150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક ગોકુલ મથુરાની પાછળ અલકનંદા એપાર્ટમેંટ પહેલો માળ નં.103માં રહેતા સરોજબેન મનહરલાલ કોટક(ઉ.વ.67)ની દીકરી મેઘાબેનને તેમના પતિ હર્ષદ મહાજન,તેમના દીકરાના સાડા માનવ અને માનવના માતાએ ફોન પર ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા અંતે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સરોજબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા ઘર પરીવારમા હુ તથા મારી દીકરી હીરલબેન તથા ભાણેજ જેનીશભાઈ તથા મારી દીકરી મેઘાબેન છેલ્લા પંદર દીવસથી મારી સાથે રહે છે.ગઈ તા.16/05/2025 ના રોજ રાત્રીના આશરે પોણા અગીયારેક વાગ્યાના અરસમા હુ તથા મારી દીકરી મેઘાબે ન તથા હીરલબેન એમ અમો ત્રણેય અયોધ્યાચોક ગોકૂલ મથુરા પાસે આવેલ ભારત ટાયરના પાર્કીંગમા બેસેલા હતા ત્યારે મારી દીકરી મેઘાબેનના ફોનમા તેના પતી હર્ષદભાઈનો તેના મોબાઈલ પરથી ફોન આવેલો હ તો અને મારી દીકરી તથા જમાઈ હર્ષદ વચ્ચે ફેમીલી મેટર ચાલતી હોય, જેથી મારી દીકરી મારા ઘરે છેલ્લા પંદરેક દીવસ થી રોકાયેલ છે.
જેથી મેઘાએ ફોનમા વાતચીત કરીને મને જણાવેલ કે મારા પતી હર્ષદ નો ફોન આવેલો કે તમે મારા વિરુ દ્ધ ફરીયાદ કરેલ હોય, જે ફરીયાદ પાછી ખેચી લેજો તેમ કહીને મારી સાથે તે બોલાચાલી ઝગડો કરવા લાગેલો અને વધુ મા જણાવેલ કે જો ફરીયાદ પાછી ખેંચી નહી તો તારા ઘરના સભ્યોને પણ હુ જાનથી મારી નાખીશ.
તેમજ દીકરી મેઘા સાથે તેના દીકરા જેનીશનો સાળો માનવ તથા માનવની માતા જેનુ નામ અમોને આવડતુ નથી તેને પણ ફોનમા વાતચીત કરેલી અને મેઘાને ગાળો આપેલી હતી, બાદમા તેને ફોન કાપી નાખેલ હતો.આમ મેઘાએ મને જણાવેલ હતુ બાદમા હુ તથા દીકરી મેઘાબેન,હીરલબેન એમ બંને સાથે મારા જમાઈ હર્ષદભાઈ, માનવ તથા માનવની માતા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
