દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ શહેર ઝોનકક્ષાની કલા મહાકુંભ-2024 અંતર્ગત યોજાનારી તમામ સ્પર્ધાઓ – કાર્યક્રમ હાલ મોકુફ રાખવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત કલા મહાકુંભ: 2024-25 ઝોનકક્ષાની સ્પર્ધા માટે નવા કાર્યક્રમની તારીખ આગામી સમયમાં નક્કી થયા પછી જાહેર કરાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.
