સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો

છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…

છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો જથ્થો છત્તીસગઢ ના રાયપુર નજીક આવેલા છપા ગામથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ડોદરા રેલવે સ્ટેશન પર પોલીસે સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજકોટના એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની પાસે રહેલી બે બેગની તલાશી લીધી હતી. પોલીસ તપાસમાં આ બેગમાંથી 72 નંગ ચોરસા સહિતના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેનું કુલ વજન 20 કિલો 200 ગ્રામ થવા જાય છે. આ સાથે જ મુસાફર પાસેથી 3,40,000ની રોકડ પણ મળી આવતા પોલીસે ચાંદી અને રોકત મળી કુલ.50.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે રેલવે પોલીસે રાજકોટના વેપારી બીપીન વરીયા ની અટકાયત કરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ ચાંદી અને રોકડનો મુદ્દામાલ છત્તીસગઢના રાયપુર પાસે આવેલા છપા ગામના એક જ્વેલર્સ પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. રૂૂ.50.89 લાખનો ચાંદી અને રોકડનો જથ્થો પકડાતા રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં ચાંદીની હેરાફેરી માટે જરૂૂરી સોના-ચાંદીના કાયદેસરના બિલો અને જીએસટી સંબંધિત દસ્તાવેજો આ મુસાફર પાસે છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ ઉપરાંત, આ ચાંદીનો જથ્થો રાજકોટમાં કયા જ્વેલર્સ ને સપ્લાય કરવાનો હતો તે સહિતની બાબતો ઉપર હાલ તપાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે આ જથ્થો રાજકોટના વેપારીએ મંગાવ્યું હોય તે મામલે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *