રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ વીજ પોલ સહિતની જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર લગાવી શહેરની જાહેર મિલકતને નુકસાન…

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ વીજ પોલ સહિતની જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર લગાવી શહેરની જાહેર મિલકતને નુકસાન પહોંચાડતા આસામીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા સપ્ટેમ્બર-2026 દરમિયાન શહેરમાં અનધિકૃત જાહેરાતો અંગે કાર્યવાહી કરી કુલ 12 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.નોટિસ મેળવનાર સંસ્થાઓમાં વિશ્વંભરી નવરાત્રી મહોત્સવ-2026, મંડલા ગરબા, જન્નત રેસ્ટોરન્ટ, શાશ્વત હોસ્પિટલ, સિલ્વર સ્ટોન સ્કાય, ધ ગ્રાન્ડ ઠાકર, શ્રીજી દવાખાનું, સ્ટુડિયો ટી-11, હોટલ હેવન ગ્રીન, ચિકિત્સા, આસ્થા વેન્ટિલા અને વેલકેર ગ્રાફિક્સનો સમાવેશ થાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના માર્ગો, સર્કલો, ડિવાઈડર અને પોલ સહિતની જાહેર મિલકતો પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગાવવી નહીં. આવી રીતે બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવી શહેરની સુંદરતા અને જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવા તમામ વ્યવસાયિકો તથા જાહેરાતદાતાઓને સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *