રાજકોટ શહેરના રૈયા ધાર પાસે આવેલ રાણીમા રૂૂડીમા ચોક વિસ્તારમાં રહેતા અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 25 વર્ષીય મુકેશભાઈ અબાભાઈ જખાંણીયા નામના યુવાન પર ગત રાત્રિના સાડા સાત વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. મુકેશભાઈ પોતાના ઘર પાસે હતા ત્યારે લઘુશંકા કરવા માટે ગયા હતા, એ સમયે અચાનક ધસી આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની સાથે કોઈ કારણ વગર બોલાચાલી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલો કરનાર શખ્સો દારૂૂના નશામાં ચૂર હતા અને તેમણે મુકેશભાઈ પાસે પૈસાની માંગણી કરી હતી. યુવાને પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ પોતાની પાસે રહેલા લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે તૂટી પડ્યા હતા. આ હુમલામાં મુકેશભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો હુમલો કરી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
