કાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચ

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનથી કરાશે નિરીક્ષણ રાજકોટ રામનવમીની ઉજવણીને લઈને પોલીસ એકશનમાં આવી છે. શહેરમાં આવતીકાલે 26 માર્ચના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી…

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનથી કરાશે નિરીક્ષણ

રાજકોટ રામનવમીની ઉજવણીને લઈને પોલીસ એકશનમાં આવી છે. શહેરમાં આવતીકાલે 26 માર્ચના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી 4 જેટલી શોભાયાત્રા નીકળશે. શહેરમાં રામનવમીની દિવસે શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખવામાં આવશે તેમજ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ સહીત 700 થી વધુ પોલીસ જવાન તૈનાત કરવામાં આવશે.

શહેર પોલીસ આવતીકાલે રામનવમીની નીકળનાર 4 શોભાયાત્રાને લઈને સઘન તૈયારી કરી છે. શહેર પોલીસ દ્વારા હાલમાં ચાલતાં ચેત્રનવરાત્રિ તેમજ આગામી રામનવમી વિગેરે તહેવારોની ઉજવણીમાં કોઈ ભંગ ના પડે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં તહેવારની ઉજવણીમાં અડચણ ઉભી કરનારા તત્ત્વો સામે ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સંબંધીત ચકાસણી હાથ ધરતા વધુ પોલીસ તૈનાત કરશે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાથે ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના સુપરવિઝન હેઠળ એસીપી,પી.આઈ,પીએસઆઈ સહીત 700 થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત રહશે. શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રામ નવમી પર્વે શહેરના રાજમાર્ગો ઉપરથી ભગવાન રામની કુલ 4 શોભાયાત્રાઓ પસાર થવાની છે.

તે દિવસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા વ્યૂહાત્મક પોલીસ બંદોબસ્તની રચના કરાઈ છે. જેના ભાગરૂૂપે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈના અધ્યક્ષ સ્થાને મુસ્લિમ સમાજ તેમજ ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

રામનવમીના તહેવારને ધ્યાને રાખી પોલીસ દ્વારા અગાઉથી જ શાંતિ સમિતિની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ તહેવાર કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય તે માટે લોકોને સમજ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા સાયબર ક્રાઈમની ટીમના જવાબદારી સોપાઈ છે.સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા ઉપરની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

શહેરભરમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીનું સઘન ચેકિંગ
રામનવમીના તહેવારને લઇ પોલીસ એક્શન મોડ માં આવી ગઈ છે આજ સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમા તેમજ સ્થાનિક પોલીસ ઉપરાંત,ક્રાઈમ બ્રાંચ, એલ.સી.બી., એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમોએ બસ સ્ટેશાન, રેલવે સ્ટેશન જેવા વિગેર વિસ્તારોમાં વાહન ચેકીંગ શરૂૂ કર્યું છે. આજે મોડી રાત સુધી પોલીસ ચેકિંગ ચાલુ રહેશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરશે ફ્રુટ પેટ્રોલીગ તથા વાહન ચેકીંગમાં ડ્રોન કેમેરા, તથા બોડીવોર્ન કેમેરા તથા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *