રાજ્યના 225 તાલુકામાં 8.50 ઇંચ સુધી વરસાદ, કચ્છમાં મેઘરાજાની પધરામણી

24 કલાકમાં 34 જિલ્લા ભિંજાયા, વાપીમાં 8.58, પારડીમાં 6.34, ઉમરગામમાં 6.26 ઇંચ, હજુ ત્રણ દિવસની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુન કોરો ધાડોક ગયા બાદ જુલાઇ માસના પ્રારંભથી…

24 કલાકમાં 34 જિલ્લા ભિંજાયા, વાપીમાં 8.58, પારડીમાં 6.34, ઉમરગામમાં 6.26 ઇંચ, હજુ ત્રણ દિવસની આગાહી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુન કોરો ધાડોક ગયા બાદ જુલાઇ માસના પ્રારંભથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ રહેવા પામી છે અને છેલ્લા 24 કલાકમાં રાજયના 225 તાલુકાઓમાં સાર્વત્રીક 8.58 ઇંચ સુધી વરસાદ નોંધાતા લોકો ખુશખુશાલ થઇ ગયા છે. આ સાથે અત્યાર સુધી કોરા રહેલા કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ શુકનવંતી પધરામણી કરતા કચ્છી માડુઓની આતુરતાનો અંત આવ્યો છે.

કચ્છમાં રાપરમાં પોણા બે ઇંચ, ભચાઉમાં અડધો ઇંચ તથા ગાંધીધામમાં પોણો ઇંચ જેવો વરસાદ પડતા લોકોમાં આશા જાગી છે. આજે સવાર સુધીમાં રાજયમાં સરેરાશ વરસાદ 20.44 ટકા, સૌરાષ્ટ્રમાં 26.79, સાઉથ ગુજરાતમાં 24.98 ટકા, નોર્થમાં 11.99 તથા કચ્છમાં 1.92 ટકા અને ઇસ્ટ ગુજરાતમાં 15.20 ટકા વરસાદ થયો છે. હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 જેટલાતાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખાસ કરીને વલસાડ, સુરત અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.’

તારીખ 6 જુલાઈના સવારે 6:00 વાગ્યાથી 7 જુલાઈના સવારે 6:00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં સરેરાશ 28.90 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 64.04 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 34 જિલ્લાના 225 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ 218 મીમી વરસાદ ખાબક્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા 24 કલાકના આંકડા મુજબ, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 218 મીમી (8.58 ઈંચ) વરસાદ ખાબક્યો છે. વાપી ઉપરાંત વલસાડના અન્ય તાલુકા જેવા કે પારડીમાં 161 મીમી (6.34 ઈંચ), ઉમરગામમાં 159 મીમી (6.26 ઈંચ), નાનાપોંઢામાં 150 મીમી (5.91 ઈંચ) અને કપરાડામાં 147 મીમી (5.79 ઈંચ) વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ બતાવ્યું છે. સુરતના કામરેજમાં 164 મીમી (6.46 ઈંચ) અને સુરત શહેરમાં 137 મીમી (5.39 ઈંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરી જનજીવન પ્રભાવિત થયું છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે. ભાવનગરના ઘોઘા તાલુકામાં 156 મીમી (6.14 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. આ સિવાય ભાવનગર શહેરમાં 114 મીમી (4.49 ઈંચ) અને સિહોરમાં 113 મીમી (4.45 ઈંચ) વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લાની વાત કરીએ તો લાઠીમાં 117 મીમી (4.61 ઈંચ), બાબરામાં 111 મીમી (4.37 ઈંચ) અને અમરેલી શહેરમાં 108 મીમી (4.25 ઈંચ) વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં પણ 124 મીમી (4.88 ઈંચ) અને પાટણના રાધનપુરમાં 107 મીમી (4.21 ઈંચ) વરસાદ ખાબક્યો છે.

વડોદરાના સિનોરમાં 99 મીમી (3.90 ઈંચ) અને ડભોઇમાં 90 મીમી (3.54 ઈંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે મહીસાગરના ખાનપુરમાં 98 મીમી (3.86 ઈંચ) વરસાદ પડ્યો છે. રાજ્યમાં વલસાડ, સુરત, ભાવનગર, અને નવસારી જિલ્લા છેલ્લા 24 કલાકમાં મેઘરાજાના મુખ્ય કેન્દ્ર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *