ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી હતી. માત્ર બે જ કલાકમાં ઘોઘામાં 6 ઇંચ અને ભાવનગર શહેરમાં અને શિહોરમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ગાજવીજ સાથે શ્રીકાર વર્ષા થઈ છે. મોડી રાતે અનુરાધાર વરસાદ વરસતા અનેક નિશાન વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.
સર્કલો અને મુખ્ય માર્ગો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હતા. શહેરના કાળિયા ભીલ વિસ્તારમાં સરદાર પટેલ સોસાયટીના મહિને રોડ પર ચાર ચાર ફૂટ જેવું પાણી પડે છતાં સ્થાનિક રહેશો ની ગાડીઓ પણ પાણીમાં તરવા લાગી હતી .લોકોના ઘરમાં પાણી ખુસી ગયા હતા. માર્કેટિંગયાર્ડ થી નારી ચોકડી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ દરમિયાન શહેરના ઘોઘા સર્કલ લીંબડીઓમાં એક જર્જરીત બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો હતો. આજે સવારે છ કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 57, ઉમરાળા 80, ભાવનગર શહેરમાં 114,ઘોઘા 156 ,શિહોર 113, ગારીયાધાર 86, પાલીતાણા 52 ,તળાજા 35 ,મહુવા 55 અને જેસરમાં 48 મિ.મી વરસાદ નોંધાયો હતો. આજે મંગળવારે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂૂ રહ્યા હતા. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ગરમીથી છુટકારો મળ્યો છે. અમે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
