બાઇકની રેસ લગાવતા રેલવે કર્મી જિંદગીની રેસ હાર્યો

રાજકોટનો યુવાન મિત્રો સાથે પડધરી પાસે રેસ લગાવતો ત્યારે બાઇક સ્લીપ થતા સર્જાયો જીવલેણ અકસ્માત રાજકોટ સહિત રાજ્યભરમાં વાહનોની રેસ અને સેલ્ફીના ચકકરમાં અનેક લોકોએ…

રાજકોટનો યુવાન મિત્રો સાથે પડધરી પાસે રેસ લગાવતો ત્યારે બાઇક સ્લીપ થતા સર્જાયો જીવલેણ અકસ્માત

રાજકોટ સહિત રાજ્યભરમાં વાહનોની રેસ અને સેલ્ફીના ચકકરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતો અને રેલવેના પાર્સલ વિભાગમાં નોકરી કરતો યુવાન પોતાના મિત્રો સાથે બાઇક લઇ પડધરી પાસે રેસ લગાવવા ગયો હતો. ત્યારે રેલવે કર્મી યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ફાયરબ્રિગેડની સામે રહેતો સલમાન સુલેમાનભાઇ શેખ નામનો 33 વર્ષનો યુવાન રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પડધરીના મોટારામપર પાસે પોતાની બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. ત્યારે સલમાન શેખે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું.

જે અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં એરરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સલમાન શેખ માતા-પિતાનો આધારસ્ંથભ અને એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો અને પરિણીત હતો. સલમાન શેખ રાજકોટ રેલવે પાર્સલ ઓફિસમાં નોકરી કરતો હતો. સલમાન શેખ તેના મિત્રો સાથે ત્રણ થી ચાર બાઇક લઇ પડધરી તરફ રેસ લગાવવા ગયો હતો. ત્યારે રેસ દરમિયાન સલમાન શેખે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *