બેડી ગામમાં ગુંડાગીરી સામે ગ્રામજનોનો મોરચો, પોલીસનું પીઠબળ હોવાનો આરોપ

પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત બાદ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઇ ખાણી-પીણીના ધંધાર્થી ઉપર સરા જાહેર હુમલો છતાં કુવાડવા રોડ પોલીસે ફરિયાદ લીધી નહીં, હજુ પણ હુમલાનો ભય…

પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત બાદ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઇ

ખાણી-પીણીના ધંધાર્થી ઉપર સરા જાહેર હુમલો છતાં કુવાડવા રોડ પોલીસે ફરિયાદ લીધી નહીં, હજુ પણ હુમલાનો ભય

રાજકોટના બેડી ગામ પાસે નામચીન બાબુ ભૂપત ભરવાડના ભત્રીજા અને તેના સાગ્રીતોએ આતંક મચાવી દાળ પકવાનનો ધંધો કરતા વેપારી પર પાઇપ, ધોકાથી હુમલો કર્યો હતો. દેવશી બાબુતર સહિત 6 અસામાજિક તત્વોએ સરાજાહેર વેપારી ઉપર કરેલા જીવલેણ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.આ ઘટનાને લઇ સમગ્ર બેડી ગામના ગ્રામજનોએ આજે મોરચો કાઢી પોલીસ કમિશ્નર સમક્ષ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા કડક કાયવાહી કરવા માંગ કરી હતી સાથે આવા તત્વોને પોલીસનું પીઠબળ હોવાનો આક્ષેપ કરી કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નહી લીધી હોવાનું પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાને જણાવ્યું હતું. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે. બેડી ગામના ગ્રામજનો ક્રાઈમ બ્રાંચ કચેરીએ ડીસીપી જગદીશ બાંગરવાને પણ રૂૂબરૂૂ મળી લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવા માંગ કરી હતી.

બેડી ગામની ચામુંડા સોસાયટીમાં રહેતા અને બેડીમાં દાળ પકવાનની દુકાન ચલાવતાં વિપુલ રાણાભાઇ વડેચા (ઉ.વ.32)ઉપર નામચીન ભૂપત ભરવાડના ભત્રીજા દેવશી બાબુતર અને તેની સાથેના પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વિપુલ વડેચાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે પોતે પોતાની દુકાને હતો અને ગ્રાહકોને નાસ્તો આપી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને અમને ઝડપથી નાસ્તો આપ તેમ કહી માથાકૂટ ચાલુ કરી હતી, તે શખ્સે ફોન કરતાં થોડીજ ક્ષણોમાં દેવશી બાબુતર કારમાં અન્ય ત્રણ શખ્સો જીજે 03કેએચ 8191 કારમાં ધસી આવ્યો હતો. હાથમાં પાઇપ અને ધોકા લઈને ફોર્ચ્યુંનર કારમાં આવેલા શખ્સો ફિલ્મી ઢબે વિપુલ અને તેના કર્મચારી સુનિલને માર માર્યો હતો. અને દુકાનમાં પણ તોડફોડ કરી હતી.
માથાભારે ભૂપત બાબુતરના ભત્રીજા દેવશી બાબુતર અને તેની ગેંગના મળતિયાઓના આતંકનો ભોગ બનેલા વેપારી સહિતના ગ્રામજનોએ આ ઘટના બાદ બેડીના આગેવાન ભરત ડાભી તેમજ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા સહિતના આગેવાનો આજે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી જગદીશ બાંગરવાને મળ્યા હતા અને માથા ભારે તત્વોને કાયદાનું ભાન કરાવવા માંગ કરી હતી.

આરોપીઓ લાગવગ વાળા અને રાજકારણ તેમજ પોલીસનું પીઠબળ ધરતાવતા હોવાનો આક્ષેપ કરી હજુ પણ આ માથાભારે તત્વો હોય અમોને આગળ જતાં હુમલો કરી પરિવારના સભ્યોને કઈ પણ પ્રકારનું નુકશાન થશે તો તેની તમામ જવાબદારી દેવશી બાબુતર વી. એમ. ફૂટ વાળા અને અન્ય 5 અજાણ્યા શખ્સોની રહેશે. તેમ જણાવ્યું હતું. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *