મોસ્કોમાં બન્ને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલુ, ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પૂરું થવાની આશાએ વિશ્ર્વભરનાં શેરબજારોમાં પણ તેજીનો માહોલ
યુદ્ધથી ખંડેર થયેલા યુક્રેનને રશિયા જ બેઠું કરશે, સામે રશિયન કંપનીઓ માટે અમેરિકામાં ફરી ટ્રેડ
ચાલુ કરવાની ડિમાન્ડ
ગુરુવારે મોસ્કોમાં ઉચ્ચ સ્તરીય ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુતિન ડોનાલ્ડ ટ્રમ્પના દૂતો, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથેની તેમની મુલાકાત દરમિયાન પ્રસ્તાવ પર વિગતવાર ચર્ચા કરશે. પાંચ વરસ પછી પુતિન યુક્રેનનું યુધ્ધ સંકેલવા તૈયાર થયા છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, એક મોટા રાજદ્વારી પગલામાં, પ્રસ્તાવ મૂક્યો છે કે યુ.એસ.માં સ્થિર રશિયન સંપત્તિનો ઉપયોગ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે થઈ શકે છે. તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત ’બોર્ડ ઓફ પીસ’ માટે નોંધપાત્ર રકમનું પણ વચન આપ્યું છે. બોર્ડ ઓફ પીટીના બહાને આ સોદાબાજી અમેરિકા-રશિયા-યુક્રેન એમ ત્રણેય દેશો માટે ટ્રિપલ વિન-વિન સંજોગો ઉભા કરશે.
પુતિને યુક્રેનમાં યુદ્ધ દરમિયાન નાશ પામેલા વિસ્તારોના પુન:નિર્માણમાં સહકારની પણ વાત કરી, પરંતુ એક શરત સાથે. પુતિને સ્પષ્ટતા કરી કે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરાર થયા પછી જ યુ.એસ.માં બાકી રહેલા જપ્ત ભંડોળનો ઉપયોગ લડાઈમાં નુકસાન પામેલા વિસ્તારોના પુન:નિર્માણ માટે થઈ શકશે.
ગુરુવારે મોસ્કોમાં આ પ્રસ્તાવ પર ઉચ્ચ સ્તરીય ચર્ચાનું આયોજન છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂતો, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથેની તેમની મુલાકાત દરમિયાન પુતિન આ પ્રસ્તાવ પર વિગતવાર ચર્ચા કરશે. પુતિન કહે છે કે આ પ્રસ્તાવ પર અમેરિકા સાથે પહેલાથી જ ચર્ચા થઈ ચૂકી છે.
અમેરિકામાં જપ્ત કરેલી રશિયન કંપનીઓની સંપત્તિમાંથી ટ્રમ્પના મહત્વકાંક્ષી ‘શાંતિ બોર્ડ’ને એક બિલિયન ડોલરનું દાન અપાશે
પુતિને કહ્યું કે તેઓ યુએસમાં જપ્ત કરાયેલા રશિયન ભંડોળમાંથી 1 બિલિયન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત ’શાંતિ બોર્ડ’ ને દાન કરવા તૈયાર છે. આ ભંડોળ ગાઝામાં કાયમી શાંતિ લાવવાની ટ્રમ્પની યોજનાનો ભાગ બનવાનો છે. ટ્રમ્પે માંગ કરી છે કે દેશો આ બોર્ડમાં કાયમી સભ્યપદ માટે ઓછામાં ઓછા 1 બિલિયનનું યોગદાન આપે. પુતિને રશિયાની સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું, “પેલેસ્ટાઇનના લોકો સાથે રશિયાના ખાસ સંબંધોને જોતાં, હું માનું છું કે અમે અગાઉની યુએસ સરકાર દ્વારા જપ્ત કરાયેલી રશિયન સંપત્તિમાંથી 1 બિલિયન ’શાંતિ પરિષદ’ ને દિશામાન કરી શકીએ છીએ.પુતિન આજે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ આ સંભવિત દાન અંગે ચર્ચા કરવાના છે, જેમની સાથે તેઓ મળવાના છે.
