ST કર્મચારીઓની દિવાળી સુધરી મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો

ગુજરાત સરકારે GSRTCના લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરાયો છે. હવે તેમને…

ગુજરાત સરકારે GSRTCના લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરાયો છે. હવે તેમને કુલ 60 ટકા ઉઅ મળશે. આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે અને એરિયર્સ પણ ચૂકવવામાં આવશે, જેનાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના લાખો કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા 2 ટકાના વધારા સાથે હવેથી એસ.ટી. વિભાગના કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસ.ટી. વિભાગના કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે, જે મોંઘવારીના વર્તમાન સમયમાં કર્મચારીઓ માટે મોટો આર્થિક ટેકો સાબિત થશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *