પુત્ર, પુત્રવધૂ, પુત્રવધૂના પિતા, ભાઇ સહિતનાએ ઇંટ વડે માર માર્યો: આંબેડકરનગરનો બનાવ
શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબડેકરનગરમાં રહેતા વૃદ્ધાને મિલકત અને પેન્શન આપી દયો, ઘરની બહાર નીકળી જાવ કહી કપાતર પુત્ર, પુત્રવધુ, પુત્રવધુના પિતા અને ભાઇએ હુમલો કરી ઇટ વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ આંબડેકરનગરમાં રહેતા શાંતુબેન પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.66)નામના વૃદ્ધા આજે સવારે ઘરે હતા. ત્યારે તેના પુત્ર કમલેશ, પુત્રવધુ જયોતિ, જયોતિના પિતા દેવા કેશાભાઇ મકવાણા અને ભાઇ ભીખાએ ઇટ વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમા વૃધ્ધાનાં પત્નિ અગાઉ ફાર્મસી કોલેજમા લાયબ્રેરી વિભાગમા નોકરી કરતા હતા હાલમા નિવૃત થતા પેન્શન આવતુ હોય અને દંપતિ બિમાર રહેતા હોવાથી દવા ચાલુ છે. મોટો પુત્ર કમલેશે મને તમારી મિલ્કત અને પેન્શન આપી દયો , ઘરની બહાર નીકળી જાવ તેમ કહી ઝઘડો કરી કમલેશે પત્ની અને તેનાં સાસરીયાઓ સાથે મળી હુમલો કર્યો હતો. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
