રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાન હર્ષ ધર્મેશભાઈ સૂચક (ઉંમર 23 વર્ષ)નું નાની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે દુ:ખદ અવસાન થયું છે. હર્ષ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું મૃત્યુ નીપજ્યું. હર્ષ ધર્મેશભાઈ સૂચક ધર્મેશભાઈના મોટા પુત્ર હતા અને તેમણે ભણતર પૂર્ણ કરીને પરિવારની વર્ષો જૂની પેઢી વૃજલાલ વેલજીભાઈની દુકાન સાવરકુંડલાના નદી બજાર, ટાવર નીચે સંભાળી હતી. હર્ષને જન્મથી જ હૃદયની સમસ્યા હતી અને વર્ષ 2009માં તેમની હાર્ટ સર્જરી થઈ હતી, જે બાદ તેમની તબિયત સ્વસ્થ હતી. જોકે, અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે તેમનું અકાળે અવસાન થયું. આ ઘટનાથી રઘુવંશી સમાજ તેમજ સાવરકુંડલાના તમામ સમાજના આગેવાનો અને નાગરિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. સૂચક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર સમાજ દ્વારા શ્રી જલારામ બાપાને હર્ષના આત્માને શાંતિ અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
સાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાન હર્ષ ધર્મેશભાઈ સૂચક (ઉંમર 23 વર્ષ)નું નાની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે દુ:ખદ અવસાન થયું છે. હર્ષ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ચા-નાસ્તો…
