દ્વારકાના વન્ય અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશેલા છ માછીમારો સામે કાર્યવાહી

દ્વારકા રેન્જના મરીન નેશનલ પાર્કમાં પોશીત્રા રાઉન્ડના ચાક ટાપુ તરીકે ઓળખાતા દરિયાઈ અભયારણ્ય વિસ્તારના બ્લોક નંબર 8 માં રેન્જ ફોરેસ્ટ વિભાગને ખાનગી બાતમીના આધારે મંગળવાર…

દ્વારકા રેન્જના મરીન નેશનલ પાર્કમાં પોશીત્રા રાઉન્ડના ચાક ટાપુ તરીકે ઓળખાતા દરિયાઈ અભયારણ્ય વિસ્તારના બ્લોક નંબર 8 માં રેન્જ ફોરેસ્ટ વિભાગને ખાનગી બાતમીના આધારે મંગળવાર તા. 22 ના રોજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

અહીં ગેરકાયદેસર રીતે કેટલાક શખ્સો દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરી અને બોટ દ્વારા માછીમારી કરવાના ઇરાદાથી જતા હોય, આ અંગેની બાતમી પરથી મરીન નેશનલ પાર્કના દ્વારકા રેન્જ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સ્થળે તાકીદે પહોંચી જઈ અને કરવામાં આવેલી કાર્યવાહીમાં સિક્કા ગામના મહેબૂબ આરબી કુંગડા, ફારુક હેસુન સંઘાર, સબીર અબ્બાસ સંઘાર (સલાયા), ભાયા ઇમરાન જાકુબ (ભરાણા), લતીફ અબ્બાસ ગાદ (સલાયા) અને ભાયા અજીજ અનવર (સલાયા) નામના છ શખ્સોને બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
અહીં પ્રવેશ કરી અને માછીમારી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ સબબ ઉપરોક્ત છ શખ્સોની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ પોશીત્રા બીટ ખાતે અપપ્રવેશનો ગુનો દાખલ કરી, જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલા, વન વિભાગ સ્ટાફના એસ.જી. કણજારીયા, એન.જે. ગાગીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *