રાષ્ટ્રપતિ રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદ્વવિદાન સમારોહમાં હાજરી

કાલે ગાંધીનગરમાં આંબેડકર જયંતીના સામાજિક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ બે દિવસ દરમિયાન તેઓ…

કાલે ગાંધીનગરમાં આંબેડકર જયંતીના સામાજિક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ બે દિવસ દરમિયાન તેઓ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સમરસતા સાથે જોડાયેલા ત્રણ મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે તેમજ કાર્યક્રમ સ્થળોએ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે.
આજે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે આવેલી AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે તેઓ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરશે અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપવાની પ્રેરણા આપશે. અઈંઈંખજ રાજકોટ માટે આ પ્રથમ ક્ધવોકેશન ઐતિહાસિક ગણાશે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, ડોક્ટર અને અધિકારીઓ હાજર રહેશે.

14 એપ્રિલે, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારો વધારવાના સંદેશ સાથે સંબોધન કરશે.

આ પ્રસંગે વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તે જ દિવસે રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. અહીં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે અને દેશસેવામાં તેમના યોગદાન માટે પ્રેરણા આપશે.

રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈને રાજકોટ અને ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્ય માટે આ મુલાકાત ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ગુજરાત બાદ મહારાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન 15 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS નાગપુરના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, તેઓ નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, નાગપુર ખાતે ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા) અધિકારી તાલીમાર્થીઓની 78મી બેચના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. 16 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ વર્ધા ખાતે મહાત્મા ગાંધી આંતર રાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના છઠ્ઠા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *