કાલાવડ રોડ પર સત્ય સાંઈ રોડ ઉપર મારૂૂતિ ચોક નજીક શ્રીજી હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્યાનાબેન (ઉ.વ.37)એ પતિ સંદીપ દાવડા, સસરા બિપીનભાઈ, સાસુ રંજનબેન, જેઠ પીનાકીન અને જેઠાી પૂનમબેન સામે ત્રાસ ગુજાર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્યાનાબેને પોલીસને જણાવ્યું કે તેના લગ્ન 2013માં થયા હતા. પતિ બાંધકામ અને જમીન લે-વેચનું કામ કરે છે. લગ્નના થોડા સમય બાદથી પતિએ ખોટા શંકાઓ શરૂૂ કર્યું હતું. સાંજે ઘરે આવતા સાસુ-સસરા ચડામણી કરતા હતા. સંતાનમાં પુત્ર પ્રત્યક્ષનો જન્મ થતાં હોળીના તહેવારમાં ભાઈ પ્રદીપભાઈ તેને હોળીના ફેરા ફેરવવા આવ્યા હતાં. પરંતુ સસરા અને પતિએ તારો ભાઈ પ્રદીપ હોળીના ફેરા નહીં ફેરવે પણ પીનાકીન ફેરવશે કહેતા તેને તે મામા થાય છે આથી તે ફેરા ફેરવશે કહેતા સસરા અને જેઠે બોલાચાલી કરી હતી. આથી તે ભાઈ સાથે મોરબી પિયર જતા રહ્યા હતા. તે પતિને અવારનવાર તેડી જવા ફોન કરતી હતી પરંતુ પતિ તેના માતા-પિતા વિશે અપશબ્દો બોલી ત્રાસ આપતો હતો.
બાદ અરસપરસ સમજાવટથી તે ફરીવાર રાજકોટ આવી ગઈ હતી. તે પ્રેગનન્ટ હોવાથી સસરા અને પતિએ પુત્ર પ્રત્યક્ષને નણંદના ઘરે જવા માટે તૈયાર કર્યો હતો. પરંતુ પુત્રને જવું ન હોવાથી નથી જવું તો શું કામ મોકલો છો? તેમ કહેતાં પતિએ સાસરિયાઓની હાજરીમાં મારકૂટ કરી હતી.સાસરિયા પક્ષનો વ્યવહાર બરાબર ન હોવાથી તે માવતરે જતી રહી હતી.
પ્રેગનન્સીનો આઠમો મહિનો ચાલતો હોવા છતાં સાસરિયાઓએ કોઈ ખબર અંતર પૂછ્યા ન હતાં. તેમજ ત્રાસ આપતાં કંટાળી ગયા હતાં. પતિએ મોરબી ફેમિલી કોર્ટમાં પુત્રની કસ્ટડી મેળવવા અરજી કરી હતી. આ સમયે બીજા પુત્ર દર્શનનો જન્મ થયો હોવા છતાં સાસરિયાઓ ખબર અંતર પૂછવા આવ્યા ન હતાં. જેથી સાસરિયાઓ વિરૂૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ અંગેની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સમાધાન થઈ ગયું હતું. કોર્ટની સૂચના મુજબ સાસુ-સસરા અને જેઠ-જેઠાણીને અલગ રહેવાનું કહેતા તે હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતાં. ત્રીજી પ્રેગનન્સી વખતે દીકરીનો જન્મ થયો હતો.
આ સમયે ઓપરેશન આવ્યું હોવાથી તે કામકાજ કરી શકે તેમ ન હોવા છતાં સાસુ સારસંભાળ રાખવાને બદલે પતિને ચડામણી કરી ઝગડા કરાવતા. તા. 28-10નાં પતિ ત્રણેય બાળકોને પ્લોટિંગ બતાવવા જાવ છું, તું જમવાનું બનાવી રાખજે, ઘરે પરત આવી સાળંગપુર જવું છે તેમ કહી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યા ન હતાં. ફોન કરતાં બંધ આવતો હતો. આ સમયે સસરાએ તેમને નાસ્તો વગેરે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.એમ સાસરિયાઓએ તેના પતિને બાળકો સહિત ક્યાંક મોકલી આપી ત્રાસ ગુજારતા ફરિયાદ નોંધાવી હતી
