વણજના વાણોતર ધનુભાઇ વોરા પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

કૌશિક મહેતા લિખિત પુસ્તકમાં ધનુભાઇના સિધ્ધાંત, સંઘર્ષ અને સફળતાની ગાથા રાજકોટના વેપાર ઉદ્યોગનાં જાણીતા અગ્રણી ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન ધનુભાઈ વોરાનાં જીવન કવન પર…

કૌશિક મહેતા લિખિત પુસ્તકમાં ધનુભાઇના સિધ્ધાંત, સંઘર્ષ અને સફળતાની ગાથા

રાજકોટના વેપાર ઉદ્યોગનાં જાણીતા અગ્રણી ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન ધનુભાઈ વોરાનાં જીવન કવન પર લખાયેલું પુસ્તક વણજનાં વાણોતર ધનુભાઈ વોરા … સિધ્ધાંત, સઘર્ષ, સફળતાની ગાથાનું વિમોચન તાજેતરમાં રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થયું હતું. ધનુભાઈની 50 વર્ષની સેવા માટે સન્માન પણ થયું. આ પુસ્તકમાં ધનુભાઈનાં જીવન અને કવન વિષે વાત કરાઈ છે. આર્થિક સંકડામણમાં એમણે બીઝનેસમાં કઈ રીતે સફળતા મળી એના અનેક કિસ્સાઓ પુસ્તકમાં સમાવાયા છે. નૈતિકતા અને પ્રામાણિકતાથી પણ વેપાર કરી શકાય છે એ ધનુભાઈએ સાબિત કરી આપ્યું છે. ધનુભાઈ એન્જીનીયર છે, ટેકનીકલી સાઉન્ડ છે પણ સાથે કાયદા અને સરકારી નિયમોનાં જાણકાર છે અને એ કારણે એમણે વેપાર ઉદ્યોગના અનેક પ્રશ્નો સફળતાપૂર્વક ઉકેલ્યા છે. વેપાર ઉદ્યોગનાં હજારો કરોડો બચાવ્યા હતા.

ધનુભાઈ વેપારના પ્રશ્ને કોઈ સરકારી કચેરીમાં જાય તો એમના પ્રશ્ન વિષે અધિકારીઓ કઈ કહેતા પહેલા સો વાર વિચારે છે. આજે ય અનેક અધિકારીઓ એમ માને છે કે, ધનુભાઈ કોઈ કેસ લઈને આવે તો એમાં દમ હોવો જોઈએ. મનમોહન સિંહથી માંડી પી. ચીદમ્બરમ સાથે એમને આજે ય સબંધો છે. ગુજરાત હોય કે દિલ્હી ત્યાં અધિકારીઓ સાથે એમનો સારો રેપો રહ્યો છે. વિદેશમાં એમણે નિકાસનો વેપાર કર્યો અને એના અનુભવો પણ રસપ્રદ છે. એમને દરેક રાજકીય પક્ષો સાથે સબંધો છે પણ રાજકારણમાં જવાનું એમણે કદી ના વિચાર્યું. એ સબંધોનો કદી દુરુપયોગ કર્યો. એમણે પરિવાર માટે પણ જાત ઘસી નાખી. અન્યાય સામે એ કદી ઝુક્યા નથી.

આ પુસ્તક વેપાર ઉદ્યોગ માટે જ નહિ પણ એક સામાન્ય માણસ કઈ રીતે સિધ્ધાંત સાથે સઘર્ષ કરી સફળતા મેળવી શકે એનો દાખલો છે. પ્રેરણારૂૂપ એમનું જીવન રહ્યું છે. અ પુસ્તક મેળવવા માટે સંપર્ક ધનુભાઈ વોરા મો. નં. 98252 18236 પર સંપર્ક કરવો. કિંમત : રૂૂ. 200 રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *