લૂડોના જુગારની 60 હજારની ઉઘરાણી મામલે પોલીસ પુત્રની હત્યા, પિતા-પુત્ર સકંજામાં

દીવાલ ઉપર કમલેશ જુગારીયો છે તેવું લખવાની ના પડનાર રિક્ષાચાલક સાથે પિતા પુત્રએ ઝગડો કર્યો હતો જામટાવર પાસે આઈજી કચેરી સામે સીએલએફના કવાર્ટરમાં બનેલો બનાવ…

દીવાલ ઉપર કમલેશ જુગારીયો છે તેવું લખવાની ના પડનાર રિક્ષાચાલક સાથે પિતા પુત્રએ ઝગડો કર્યો હતો

જામટાવર પાસે આઈજી કચેરી સામે સીએલએફના કવાર્ટરમાં બનેલો બનાવ

રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગરમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નિવૃત પોલીસના પુત્ર કમલેશ બીપીનભાઇ મુલીયાણા નામનો 3ર વર્ષનો યુવાન જામનગર રોડ ઉપર આવેલા સીએલએફના કવાર્ટરમાં હતો ત્યારે લૂડોના જુગારના 60 હજારની ઉઘરાણીમાં ડખ્ખામાં કમલેશ જુગારી છે તેવું ભીત ઉપર લખવા બાબતે થયેલ ઝઘડો જીલવેણ નીવડ્યો હતો અમિત કોળી અને તેના પુત્ર અમન કોળીએ કમલેશ ઉપર છરીથી કરેલ હુમલો જીવલેણ નીવડ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા કમલેશ મુલીયાણાને સારવાર મળે તે પુર્વે જ ઘટના સ્થળે મોત નિપજતા સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવમાં ક્રાઈમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસે પિતા પુત્ર બન્નેને સકંજામાં લીધા છે.

આ બનાવની મળતી વિગત પ્રમાણે ગાંધીગ્રામમાં રહેતો નિવૃત પોલીસના પુત્ર કમલ બિપીનભાઈ મુળિયા કે જે અગાઉ જામનગર રોડ ઉપર રેન્જ આઈજીની કચેરી સામે આવેલા સીએલએફ ક્વાર્ટરમાં રહેતો હોય જેથી અવારનવાર ત્યાં બેસવા જતો હતો. ગઈકાલે સાંજે કમલેશ અને મિત્ર અમિત સાથે લૂડોના જુગારમાં કમલેશ 60 હજાર જેટલી રકમ હારી ગયો હતો જે રકમની અમિત અવરનાર માંગ કરતો હોય છતાં કમલેશ તે આપતો ન હોય ગઈકાલે સાંજે કમલેશ સીએલએફ ક્વાર્ટર પાસે હતો ત્યારે 60 હજારની ઉઘરાણી મામલે કમલેશ અને અમિત વચ્ચે બોલાચાલી થઇ હતી તે દરમિયાન અમિતનો પુત્ર અમન ત્યાં આવ્યો હતો મામલો થાળે પડ્યા બાદ અમને દીવાલ ઉપર કમલેશ મોટો જુગારી છે તેવું લખવા જતા તેની જાણ કમલશને થઈ જતા તે પણ ત્યાં દોડી ગયો હતો અને આવું નહી લખવા પિતા પુત્રને સમજાવ્યા હતા અને વાત વણસી જતાં મારામારી શરૂૂ થઈ ગઈ હતી અને અમિત અને તેના પુત્ર અમને કમલેશને છરીના ઘા ઝીંકી દેતા કમલશ ત્યાં જ ઢળી પડ્યો હતો.

હુમલો કરી પિતા-પુત્ર બન્ને ભાગી છુટ્યા હતા. આ બનાવ અંગેની જાણ 108ને કરવામ આવતા 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો કમલેશને 108ના સ્ટાફે મૃત જાહેર કર્યો હતો પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી રાધિકા ભરાઈ, પ્ર.નગરના પી.આઈ વી.આર. વસાવા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એન.ડ ામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ એમ.કે. મોવલીયા,એ.એન.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યાની જાણ થતા મૃતકની પત્ની કાજલ તેમજ પરિવારના અન્ય સભ્યો તેમજ સીએલએફ ક્વાર્ટરમાં રહેતી મહિલાઓ સહિતના દોડી ગયા હતા અને પોલીસની હાજરીમાં જ ગાળોનો વરસાદ વરસાવતા માહોલ ગરમાઈ ગયો હતો. મૃતક કમલેશ મુલીયાણા પિતા સીઆઇડી ક્રાઇમના નિવૃત પ્યુન છે. અને મૃતક યુવાન એકની બહેનનો એકનો એક ભાઇ અને તેના માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. કમલેશ મુલીયાણાની હત્યા થતા 8 વર્ષની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કમલેશ મુલીયાણાની હત્યા કરી ફરાર અમિત અને અમન કોળીને ક્રાઈમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસે સકંજામાં લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *