31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ

પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં…

પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ

વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં એનક જગ્યાએ પાર્ટીના આયોજનો થવાનો હોય ત્યારે 31 ડિસેમ્બર પૂર્વે યુવાઓમાં નશાખોરીના બનાવોને અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સજાગ બન્યું છે. ખાસ કરીને ડ્રગ્સ, ચરસ, ગાંજા તેમજ ઘેનની ગોળીઓ જેવા નશીલા પદાર્થોના ઉપયોગને રોકવા રાજકોટ એસઓજી દ્વારા એફએસએલની ટીમને સાથે રાખી સલાયવા કીટની મદદ થી ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે.

એસઓજી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને શંકાસ્પદ લાગતા યુવાઓને રસ્તા પર જ રોકી સલાયવા કીટ દ્વારા એફએસએલ વાનમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ યુવાએ નશો કર્યો હોવાનું બહાર આવશે તો તેના સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. એસઓજીની ટીમે તાત્કાલિક પરિણામ આપતી સલાઈવા કિટનો ઉપયોગ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નવા વર્ષ પહેલા ડ્રગ્સ વિરુદ્ધ શહે રવ્યાપી ઝુંબેશના ભાગરૂૂપે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તેમજ એસીપી ભરત બી.બસિયાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવયું હતું. નશો કરતા યુવાનોનું હરતી ફરતી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે મળીને આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે જણાવ્યું કે, સલાઈવા કિટ દ્વારા કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે માત્ર પાંચ મિનિટોમાં જ નક્કી કરી શકે છે. ટેસ્ટિંગ દરમિયાન એફએસઅલ અને એસઓજી ના અધિકારીઓએ સ્વચ્છતા અને હાઈજીનનું પૂરતું ધ્યાન રાખ્યું હતું. સલાઈવા કિટની સાથે ટીમ દ્વારા દરેક વ્યક્તિના મોં અને નાકમાંથી સેમ્પલ લેવા માટે પ્લાસ્ટિક સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્ટ્રીપ્સને કિટમાં નાખતા જ ગણતરીની મિનિટોમાં પરિણામ મળી જાય છે.

આ કિટ એમફેટામાઇન, બેન્ઝોડાયઝેપાઈન્સ, કેનાબીસ (ગાંજો), કોકેઈન, મેથામ્ફેટામાઈન અને ઓપિયોઈડ્સની હાજરી શોધી શકે છે. આગામી દિવસોમાં 31 ડીસેમ્બર પૂર્વે શહેરના અલગ-અલગ સ્થળોએ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે. જ્યાં ડ્રગ્સ વેચાતું હોય અને સેવન થતું હોય તેવા ઘણા હોટસ્પોટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. શહેરના કોઈપણ વિસ્તારમાં ગમે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *