સોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર

પેલેસ રોડ પર શિવામહારાજ શેરીમાં રહેતાં અને સોની બજારમાં બોઘાણી શેરીમાં ગીરીરાજ કુંજ નામનાં મકાનમાં શિવદુર્ગા જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા…

પેલેસ રોડ પર શિવામહારાજ શેરીમાં રહેતાં અને સોની બજારમાં બોઘાણી શેરીમાં ગીરીરાજ કુંજ નામનાં મકાનમાં શિવદુર્ગા જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા સૌમેન રામચંદ્ર સામંતા (ઉ.વ.50)ની દુકાનમાં ઘરેણા બનાવવાનું કામ કરતો અજય બબલુ મલીક (રહે. રાધા વલ્લભપુર, પાતુલ, જિ.હુગલી, 5.બંગાળ) રૂૂા.36.40 લાખનાં સોનાનાં દાગીના લઈ ફરાર થઈ જતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મૂળ 5.બંગાળનાં અને રાજકોટમાં દુકાન રાખી કારીગરો દ્વારા સોનાનાં ઘરેણાં બનાવવાનું કામ કરતાં સૌમેનએ પોલીસને જણાવ્યું કે, તેને ત્યાં પંદર કારીગરો કામ કરે છે આરોપી અજય મલીક છેલ્લાં પાંચેક મહિના પહેલાં તેને ત્યાં કામે આવ્યો હતો. બે મહિના કામ કર્યા બાદ તેનાં પિતાની તબિયત ખરાબ થઈ જતાં તે પોતાના ગામ વતનમાં જતો રહ્યો હતો.

દોઢેક માસ પહેલાં આરોપી પરત તેને ત્યાં કામે આવ્યો હતો. અને તેની દુકાને રહી સોનાનાં દાગીના બનાવવાનું કામ કરતો હતો. ગઈ તા.10નાં તેને જુની ગધીવાડમાં મૂરલીધર કોમ્પલેક્ષમાં દુકાન નં.9 માંથી સૌનાનાં દાગીના ઉપર નકશી કામ કરવા આવેલું હતું. જેથી તેણે આરોપીને બાવીસ કેરેટનાં 320 ગ્રામ સોનાનાં દાગીના નકશી કામ માટે આપ્યા હતા. બે દિવસ બાદ તા.12નાં સવારે રાબેતાં મુજબ તે કામે આવ્યા હતા. જ્યાં આરોપી અજય જોવા નહીં મળતાં તેને કોલ કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હતો. દુકાનમાં તપાસ કરતાં અને સીસીટીવી કેમેરાં જોતા તેમાં આરોપી તા.12નાં વહેલી સવારે નકશી કામ માટે આપેલા દાગીના ટેબલનાં ખાનામાંથી કાઢી ચોરીને જતો હોવાનું જોવા મળતાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *