સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યા

રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે.તેરા તુજકો અર્પણ…

રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે.તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના માર્ગદર્શન હેઠળ ફ્રોડ કે ચોરીમાં ગયેલો મુદ્દામાલ હવે પોલીસ તેરા તુજકો અર્પણ નામના રૂૂપકડા નામ હેઠળ અરજદારોને પરત આપે છે. જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસે ગત ઓગસ્ટ માસમાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 24.15 લાખ અરજદારોને પરત અપાવ્યા હતા.

જો કે આ તમામ અરજદારોએ સાયબર ફ્રોડમાં કેટલા નાણાં ગુમાવ્યા હતાં અને તેમાંથી પોલીસે કેટલા પરત અપાવ્યા તેના આંકડા પોલીસ જાહેર કરતી નથી.આ સાથે જ સાયબર ક્રાઈમ પોલીસે આ પ્રકારના ગુનાઓથી સાવચેત રહેવા કઈ પ્રકારની તકેદારી રાખવી તે અંગે વધુ એક વખત લોકોને અનુરોધ કર્યો છે.આ પ્રકારના અનુરોધ પોલીસ અવારનવાર કરતી હોવા છતાં સાયબર ફ્રોડના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. સાયબર ફ્રોડનો ભોગ બનનારે હેલ્પલાઇન નંબર 1930 પર તત્કાળ સંપર્ક કરવા જણાવાયું છે. આ કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એમ. કૈલા, એમ.એ. ઝણકાત, બી. બી.જાડેજા, એસ.ડી. ગીલવા અને પી. આર.ડોબરીયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ક્રાઈમ બ્રાંચે પણ સીઈઆઈઆર પોર્ટલની મદદથી અરજદારોએ ગુમાવેલા રૂૂા. 8.89 લાખની કિંમતના 58 મોબાઈલ ફોન પરત આપ્યા હતાં.

આ કામગીરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર અને પીઆઇ સી.એચ.જાદવ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે માલવિયાનગર પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા 11 અરજદારોને ગુમાવેલા નાણાં પૈકી 3. 42 લાખ પરત અપાવ્યા હતા. આ જ રીતે અરજદારોને રૂૂા.5.12 લાખની કિંમતના 23 મોબાઈલ ફોન પણ પાછા આપ્યા હતાં.આ કામગીરીમાં પીઆઇ જે.આર.દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *