સ્પાની આડમાં ચાલતા વધુ બે કૂટણખાનાનો પર્દાફાશ: એક મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાયા

મુંબઈ, ઝારખંડ, યુપી અને મેઘાલયની કુલ નવ રૂપલલનાઓ મળી આવી આગામી દિવસોમાં સ્પામાં પોલીસની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાશે શહેરના સાધુ વાસવાણી રોડ અને કાલાવડ…

મુંબઈ, ઝારખંડ, યુપી અને મેઘાલયની કુલ નવ રૂપલલનાઓ મળી આવી

આગામી દિવસોમાં સ્પામાં પોલીસની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાશે

શહેરના સાધુ વાસવાણી રોડ અને કાલાવડ રોડ જેવા પોશ એરિયામાં સ્થિત બે સ્પામાં ધમધમતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડી એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.

ગત શુક્રવારે એ ડિવિઝન પોલીસે એક સ્પાના ઓઠા નીચે ચાલતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. તેના બીજા દિવસે શનિવારે બીજા સ્પામાંથી કૂટણખાનુ ઝડપાયું હતું. એએચટીયુના પીઆઈ બી.એમ.ઝણકાટ અને પીએસઆઈ એ.કે. ગોસ્વામીએ સાધુ વાસવાણી રોડ પર આવેલા એમ.એસ. વેલનેસ ફેમિલી નામના સ્પામાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પાડયો હતો.સ્પામાંથી રિસેપ્શન પરથી એક યુવતી મળી આવી હતી, જે રાજકોટની છે. આ ઉપરાંત બિહાર અને રાજકોટની મળી બે રૂૂપલલના મળી આવી હતી. આ ત્રણેયને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી.

આ સ્પામાં ગ્રાહક પાસેથી એન્ટ્રી ફીના નામે રૂૂા.1 હજાર વસૂલાતા હતા.દેહવ્યાપાર માટે 2 હજાર લેવાતા હતાં.તેમાંથી સંચાલક દેહવ્યાપાર માટે કુલ રૂૂપલલનાને રૂૂ.1 હજાર બાકીના રૂૂા. 1 હજાર પોતે રાખી લેતા હતાં. સ્પાનો મેનેજર મવડી ચોકડી ખાતે રહેતા નવીન ગમે તે રીતે રેડ પડયાની છે.ગંધ આવી જતા ભાગી ગયો હતો.સંચાલક તરીકે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મુકુંદ જયેશ કાચાની પાછળથી પોલીસે ધરપકડ કરી હતી.બીજા દિવસે એટલે કે રવિવારે બપોરે એએચટીયુની ટીમે કાલાવડ રોડ પર રિવેરા વિવ બિલ્ડિંગના પહેલા માળે આવેલા વર્લ્ડ સ્પામાં દરોડો પાડી ત્યાંથી પણ ફૂટણખાનું ઝડપી લીધું હતું.

આ સ્થળેથી પોલીસે સ્પાની ટેલિકોલર કમ રિશેપ્સનિસ્ટ નિલમ સતિષભાઈ સુરાણી (રહે. વૃંદાવન સોસાયટી શેરી નં.1) અને મેનેજર વિશાલ રામસીંગ વિશ્વકર્મા (રહે. પંચાયત ચોક પાસે)ની ધરપકડ કરી હતી. જયારે સ્પાના સંચાલક જેન્તી ગોપાલભાઈ વાઘેલા (રહે. ડેકોરા, અવધના ઢાળ પાસે)ને વોન્ટેડ દર્શાવ્યો હતો. આ સ્પામાં પણડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પડાયો હતો.

સ્પામાંથી મુંબઈ, ઝારખંડ, યુપી અને મેઘાલયની સાતેક રૂૂપલલના મળી આવી હતી. આ સ્પામાં ગ્રાહક પાસેથી રૂૂા. 1 હજાર એન્ટ્રી ફી તરીકે વસૂલાતા હતા. આ ઉપરાંત દેહવિક્રય માટે રૂૂા.2500 લેવાતા હતા.તેમાંથી રૂૂપલલનાને રૂૂા. 1500 અપાતા હતા.સ્પામાંથી પોલીસે રૂૂ.6700 રોકડા, 4 મોબાઈલ ફોન સહિત રૂૂા.46,700ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.રૂૂા. 1 હજાર એન્ટ્રી ફી તરીકે વસૂલાતા હતા.આ ઉપરાંત દેહવિક્રય માટે રૂૂા.2500 લેવાતા હતા.

તેમાંથી રૂૂપલલનાને રૂૂા. 1500 અપાતા હતા. સ્પામાંથી પોલીસે રૂૂ.6700 રોકડા,4 મોબાઈલ ફોન સહિત રૂૂા.46700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.દરોડા વખતે 3 ગ્રાહકો પણ મળી આવ્યા હતા.
જેઓ માત્ર મસાજ માટે આવ્યાનું માની પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી! આ બંને સ્પા કમ કૂટણખાના ગાંધીગ્રામ-ર અને તાલુકા પોલીસની હદમાંથી ઝડપાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *