લાખાજીરાજ રોડ સુપર માર્કેટના પાર્કિગમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, એક ઝડપાયો

રાજકોટ શહેરમા દારૂની હેરાફેરી વધતી જાય છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે લાખાજીરાજ રોડ પર આવેલા તાજાવાલા સુપર માર્કેટના પાર્કીંગમા દારૂનુ કટીંગ ચાલતુ હોવાની બાતમીને આધારે…

રાજકોટ શહેરમા દારૂની હેરાફેરી વધતી જાય છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે લાખાજીરાજ રોડ પર આવેલા તાજાવાલા સુપર માર્કેટના પાર્કીંગમા દારૂનુ કટીંગ ચાલતુ હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન ર ની ટીમે દરોડો પાડી ગાયકવાડીના શખ્સને દારૂની ર64 બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે આ દારૂનો જથ્થો મંગાવનાર શખ્સનુ નામ ખુલતા તેમની શોધખોળ શરૂ કરવામા આવી છે.

વધુ વિગતો મુજબ ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાની રાહબરીમા એલસીબીની ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહીલ, રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાઢીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કુલદિપસિંહ રાણા સહીતના સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીના આધારે લાખાજીરાજ રોડ પર આવેલા તાજાવાલા સુપર માર્કેટના પાર્કિંગમા દારૂની કટીંગ ચાલતુ હોવાની બાતમીના આધારે દરોડો પાડી દારૂની અલગ અલગ બ્રાન્ડની 264 બોટલ રૂ. 1.66 લાખની મળી કુલ 1.71 લાખના મુદામાલ સાથે ગાયકવાડી શેરી નં 3 મા રહેતા પરાગ નરેશભાઇ ગણાત્રાને ઝડપી લીધો હતો.

આરોપી પરાગની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ભવદીપ મુકેશ કામલીયાનુ નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો કટીંગ કરી નાના નાના બુટલેગરોને પહોંચાડતો હોવાની પકડાયેલા આરોપીએ કબુલ્યુ હતુ. આ ઘટના મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પરાગ અગાઉ પ્રનગર પોલીસ મથકમા દારૂના ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને ભવદીપ પણ અગાઉ એ ડીવીઝન પોલીસમા દારૂના ગુનામા પકડાઇ ચુકયો છે.

જયારે બીજી ઘટનામા એલસીબી ઝોન 1 ટીમના પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, મનરૂપગીરી ગૌસ્વામી, હિતેષભાઇ પરમાર, સત્યજીતસિંહ જાડેજા, રવીરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફને બાતમી મળી કે એક દારૂ ભરેલી કાર ખોખડદળ પુલ પાસેથી પસાર થવાની છે જેથી પોલીસે પહેલેથી વોચ ગોઠવી હતી. જેથી ત્યાથી સ્વીફટ કાર પસાર થતા તેનો પીછો કર્યો હતો અને તેવામા કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી કાર રેઢી મુકી ત્યાથી ભાગી ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા 60 દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે રૂ. ર.90 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસ પીછો કરતી હોવાનુ જાણવા મળતા ચાલકે કાર કયાક અથડાવી હોવાનુ જાણવા મળ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *