શહેરમા રૈયા ગામ વિસ્તારમા આવેલ લાઇટ હાઉસ આવાસ કવાર્ટરમા રહેતી પરણીતાએ પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ છેડતીની ફરીયાદ નહી નોંધ્યાનાં આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટશન પાસે ફીનાઇલ પી પોતાની જાતે હાથમા બ્લેડ વડે કાપા મારી દીધા હતા પરણીતાને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામ લાઇટ હાઉસ આવાસ કવાર્ટરમા રહેતી માલાબેન રાધેભાઇ પરમાર નામની રપ વર્ષની પરણીતા સાંજનાં છએક વાગ્યાનાં અરસામા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ અને પોતાની જાતે ડાબા હાથમા બ્લેડ વડે કાપા મારી લીધા હતા પરણીતાને ઝેરી અસર હાથમા ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. પ્રાથમીક પુછપરછમા માલાબેન પરમારના પાંચ વર્ષ પુર્વે લગ્ન થયા છે અને તેણીને સંતાનમા બે પુત્ર છે બે દિવસ પુર્વે માલાબેન પરમાર રૈયા ગામમા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ છેડતી કરી હતી જે અંગે માલાબેન યુનિવર્સિટી પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો વિરુધ્ધ છેડતીની ફરીયાદ નોંધાવવા આવ્યા હતા પરંતુ પોલીસે છેડતીની ફરીયાદ નહી નોંધતા માલાબેન પરમારે ફીનાઇલ પી હાથમા બ્લેડ વડે કાપા માર્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
