પતિના ત્રાસથી ભીલવાસમાં રિસામણે આવેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું

  શહેરના ભીલવાસમાં 20 દિવસથી રિસામણે આવેલી પરિણીતાએ પતિના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિ ચારિત્રય અંગે શંકા…

 

શહેરના ભીલવાસમાં 20 દિવસથી રિસામણે આવેલી પરિણીતાએ પતિના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિ ચારિત્રય અંગે શંકા કરી મારકુટ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના રણછોડપુરા વિસ્તારમાં રહેતી અને હાલમાં રાજકોટમાં ભીલવાસમાં માવતરે આવેલી શિવાંગી મહેશભાઇ ભીલ (ઉ.વ.30) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા. પતિ રીક્ષાચાલક છે અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વધુમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે પતિ ચારિત્રય અંગે શંકા કરી મારકુટ કરતો હોય જેથી અગાઉ પણ બે વખત રિસામણે આવી હતી. બાદમાં 20 દિવસથી રિસામણે આવી હતી. પતિના ત્રાસથી કંટાળી આ પગલુન ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *