પ્રોફેશનલ ટેક્સ નહીં ભરો તો થશે પોલીસ ફરિયાદ, 67000 એકમોને નોટિસ

મનપા દ્વારા દર શુક્રવારે વોર્ડ વાઇઝ ઝુંબેશ, સ્થળ પર સુનાવણી સાથે નવું એસેસમેન્ટ કરાશે રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાને પ્રોફેશનલ ટેકસની કામગીરી સોંપવામાં આવી છે.…

મનપા દ્વારા દર શુક્રવારે વોર્ડ વાઇઝ ઝુંબેશ, સ્થળ પર સુનાવણી સાથે નવું એસેસમેન્ટ કરાશે

રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાને પ્રોફેશનલ ટેકસની કામગીરી સોંપવામાં આવી છે. જે પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લક્ષ્યાંક પૂર્ણ કરવા નવા એસેસમેન્ટ અને બાકી દારોને નોટિસ ફટકારવામાં આવે છે. છતા મોટાભાગના વ્યવસાયકારો જરૂરત હોય ત્યારે ટેકસ ભરતા હોય તંત્રના કરોડો રૂપિયા ટેકસ પેટે અટવાયેલા છે. જેના લીધે હવે પ્રોફેશનલ ટેકસ વિભાગે પણ ના છૂટકે ભાથામાં રાખેલ શસ્ત્ર ઉગામવાની જરૂર પડી છે.

તંત્રમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુબજ મોટો ટેકસ બાકી હોય તેવા અજરદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને છેલ્લા વર્ષના બાકી લેણા પેટે 67000 અરજદારોને નોટિસ ફટકારવામાં આવી છે.
મનપાના વ્યવસાયવેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોઇ પણ ધંધો કરનારે વ્યવસાયવેરો ભરવો ફરજિયાત છે. રાજ્ય સરકારે પ્રોફેશનલ ટેકસનો નિયમ 2006માં લાગુ કરેલ જેના અમુક વર્ષો સુધી લોકોેને વ્યવસાયવેરાની ખબર જ ન હતી પરંતુ મનપાના બજેટમાં અપાતા વ્યવસાયવેરાના વાર્ષિક લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તંત્રએ ના છૂટકે ઝૂંબેશ શરૂ કરી હતી. એસએસમેન્ટ થઇ ગયુ હોય અને એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા ચાલુ વર્ષના 67000 એકમોને નોટિસ ફટકારાવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ પ્રોફેશનલ ટેકસ ન ભરનારની મિલકત સીલ કે અન્ય કોઇ જાતની કડકાઇ થઇ શકતી નથી પરંતુ નિયમમાં ઉલ્લેખ છે તે મુજબ બાકીદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ શકે છે. પરંતુ તેમાં સમયની બરબાદી અને કામનુ ભારણ વધી જતુ હોય હાલ પુરતુ વોર્ડ વાઇઝ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

જેમા પ્રથમ વેસ્ટઝોન વિસ્તારના બાકીદારોને દર શુક્રવારે સાંભળવામાં આવે છે અને સુનવણી પણ સ્થળ ઉપર કરવામાં આવે છે અને નવા વ્યવસાયકારો પાસે સ્થળ ઉપર જ એસએસમેન્ટ કરાવવામાં આવે છે. જેના લીધે ટેકસની નવા અરજદારની તમામ વિગત પ્રોફેશનલ ટેકસ વિભાગમાં એડ થઇ જાય છે. ત્યારબાદ દર વર્ષે નવા અરજદારને બિલની બજવણી કરવામાં આવે છે. છતાં રાજકોટ શહેરમાં 70000થી વધુ વ્યવસાયકારોએ એસએસમેન્ટ કરાવેલ નથી અથવા નામ ટ્રાન્સફર કરાવ્યા બાદ નવા ધંધા માટેનુ રજિસ્ટ્રેશન કરાવેલ નથી. આથી ટૂંક સમયમાં ધંધા સાથે સ્થળ ફેરવેલ હોય તેવા જૂના વ્યવસાયકારો વિરૂધ્ધ ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ટેક્સ ભર્યા વગર મનપાના એક પણ વિભાગનું કામ નહીં થાય
રાજ્ય સરકાર દ્વારા 2006થી વ્યવસાય વેરાની કમાન રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. પરંતુ સ્ટાફના અભાવના કારણે વ્યવસાય વેરાની ઉઘરાણી સમયસર થઇ શકતી નથી. જેની સામે બજેટમાં દર વખતે 8 થી 10 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવી રહ્યો છે. મિલકત વેરાની માફક વ્યવસાય વેરામાં તંત્ર દ્વારા સીલીંગ જપ્તી સહિતની કામગીરી થઇ શકતી નથી. ફકત પોલીસ ફરિયાદ થઇ શકે છે. પરંતુ તેમાં પણ અનેક અડચણો આવતી હોવાથી આજ સુધી એક પણ વ્યવસાયકારો વિરૂધ્ધ ફરિયાદ થઇ નથી આથી ઉઘરાણી માટે તંત્ર દ્વારા હવે ટેકસ વિભાગમાં નામ ટ્રાન્સફર અથવા નવા બાંધકામની મંજૂરી સહિતના કામો માટે આવનાર અરજદારે છેલ્લા વર્ષનો વ્યવસાયવેરો ભર્યાની પહોંચ ફરજિયાત રજૂ કરવાની રહેશે નહીં તો એક પણ કામ મંજૂર થશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *