શહેરભરમાં પોલીસ એક્શન મોડમાં, દારૂ પી છાકટા વેળા કરનારની ખો ભૂલાવી દેવાશે, છેલ્લા બે દિવસ સઘન ચેકિંગ
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સખત કરી દેવામાં આવ્યું છે. તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસે કરેલા ચેકિંગ દરમિયાન પોલીસે દારૂૂ પીધેલા, છરી રાખતા અને દારૂૂ સાથે કુલ 50 થી વધુ શખસોની ધરપકડ કરી હતી. થર્ટી ફર્સ્ટમાં દારૂૂની પાર્ટીઓ કરવાની ફેશન બની ગઇ છે. તેમાંય વર્ષનો અંતિમ દિવસ હોય ત્યારે દારૂૂની પાર્ટીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કઈ રીતે થઇ શકે ત્યારે શહેરમાં પોલીસ દ્વારા પણ દારૂૂ પી છાકટા વેળા કરનાર તત્વોની ખો ભુલાવી દેવા તૈયારી કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયાની સુચનાથી ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના પોલીસ અધિકારીઓના નિરીક્ષણ હેઠળ શહેરમાં સાંજથી જ શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરમાં કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ,ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, સંતકબીર રોડ,રેસકોર્ષ રીંગ રોડ,યાજ્ઞિક રોડ ત્રિકોણબાગ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને ફોર વ્હીલ સહિતના વાહન ચાલકોને રોકી રોકીને બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કર્યું હતું. જેમાં અલગ અલગ સ્થળોએ પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે ચેકિંગ કર્યું હતું જેમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે છરી સાથે 17, દારૂૂ પીધેલી હાલતમાં નીકળેલા 21 તેમજ દારૂૂ સાથે 18ની ધરપકડ કરી હતી. હજુ પણ આજે થર્ટી ફસ્ટ પૂર્વે પોલીસનું સધન ચેકિંગ ચાલુ રહેશે.
મવડી પ્લોટમાં દારૂની મહેફીલ ઉપર પોલીસનો દરોડો, 4 શખ્સો ઝડપાયા
થર્ટી ફર્સ્ટની ઉજવણી કાયદાના દાયરામાં રહી થાય તે માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.રાજકોટ શહેરના મવડી પ્લોટમાં વિશ્વનગર મેઈન રોડ પર ચંદ્રેશનગર શાક માર્કેટમાં દરોડો પાડી માલવીયાનગર પોલીસે દારૂૂની મહેફિલ માણતા ચાર શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. ધરપકડ કરાયેલામાં ડ્રાઈવિંગ કરતાં, અજય કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ.40, રહે. દેવનગર શેરી નં.4, નાના મવા મે. રોડ), રિક્ષા ચાલક જયેશ રમેશભાઈ રાઠોડ (રહે. મેઘમાયાનગર, શેરી નં.4, રાજનગર ચોક, નાના મવા મે. રોડ), મજુરી કામ કરતા મનીષ મહેશભાઈ ભોજાણી (ઉ.વ.21, રહે. આંબેડકરનગર શેરી નં.8, 80 ફૂટ રોડ) અને નીખીલ બાબુભાઈ બથવાર (ઉ.વ.23,રહે. ખોડીયારપરા, શેરી નં.2, 80 ફૂટ રોડ)નો સમાવેશ થાય છે. ચંદ્રેશનગર શાકમાર્કેટના પટ્ટમાં દારૂૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂૂની અડધી બોટલ, બાઈટિંગ મળી આવતા ચાર ફોન મળી કુલ રૂૂા.45,300ના મુદ્દામાલ સાથે ચારેયને ઝડપી લીધા હતા.આ કામગીરી માલવીયા પોલીસ મથકના એએસઆઈ કે.બી. શેખલીયા અને જયદીપસિંહ ભટ્ટી સહિતના સ્ટાફે કરી હતી.
4 DCP,6 ACP,20 PI,60 PSI સહિત 1068 પોલીસ બંદોબસ્ત માટે તૈનાત
થર્ટી ફસ્ટ ડીસેમ્બર ઉપર રાજકોટ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી બુટલેગરો દારુની હેરાફેરી ન કરી શકે. તેમજ નશાની હાલતમાં ગાડી ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 31 ડીસેમ્બરને લઇને રાજકોટ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી,પીસીબી અને સ્થાનિક પોલીસને બદોબસ્ત માટે તૈનાત કરવામ આવશે જેમાં 4 DCP,6 ACP,20 PI,60 PSI ઉપરાંત 493 પોલીસ, 89 મહિલા પોલીસ,294 હોમગાર્ડ,102 ટીઆરબી જવાન મળી કુલ 1068 પોલીસ સહિતના સ્ટાફેને બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવશે.
