પ્ર.નગર પોલીસ મથકમાં અરજીના કામે બોલાવી યુવાનને પોલીસે પટ્ટા વડે માર માર્યો

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવાનને પ્ર.નગર પોલીસ મથકમાં અરજીના કામે બોલાવી પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે…

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવાનને પ્ર.નગર પોલીસ મથકમાં અરજીના કામે બોલાવી પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે યુવાન સિવિલ હોસ્પીટલમાં દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે. ચોકમાં રહેતા અમીત નરશીભાઇ સોનાગ્રા (ઉ.વ.30) નામનો યુવાન ગત તા.31/3ના બપોરે પ્ર.નગર પોલીસ મથકમાં અરજી બાબતે નિવેદન આપવા બોલાવી પોલીસે પીઠના ભાગે પટ્ટા વડે બેફામ માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પીટલમાં દાખલ થયો છે.

અમીત સોનાગ્રાએ અક્ષેપ કરતા જણાવેલુ કે તે ફર્નીચરનું કામ કરે છે તેની મુલાકાત રેલનગરના નિખીલ ચંદારાણા સાથે થતા નિખિલે એસઆઇપીમાં રોકાણ કરવાથી દર મહીને રૂા.17 હજાર મળશે તેવી લાલચ આપી હતી. જેથી તેણે રૂા.2.45 લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં તેણે પૈસા પરત માંગતા નિખીલે હજુ 30 હજાર ભરવા પડશે તેમ કહેતા તેણે વધુ 30 હજાર આપ્યા હતા. આમ કુલ 2.76 લાખ ભરવા છતા તે પૈસા પરત ન આપતા તેણે તાલુકા પોલીસ મથકમાં નિખીલ વિરૂધ્ધ અરજી કરી હતી.

જેથી નિખીલની પત્ની દિક્ષીતાએ અમીત સામે ગાળો આપતો હોવાની ફોટા મોકલાવવાની પ્ર.નગરમાં સામી અરજી કરતા ગત તા.31ના અમીતને પ્ર.નગર પોલીસ મથકમાં અરજીના કામે નિવેદન આપવા બોલાવવામાં આવ્યો હતો. અમીત પ્ર.નગર પોલીસ મથકે જતા ત્યાં હાજર પોલીસ દ્વારા તેને થપ્પડ મારી પટ્ટા વડે પીઠના ભાગે બેફામ માર મારવામાં આવ્યો હતો અને રાજકોટમાં રહેવું મુશ્કેલ કરી દેવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *