Connect with us

ક્રાઇમ

રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી

Published

on

ભગવતીપરાના જયનંદન સોસાયટીમાં બનાવ; સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

રાજકોટ શહેરમાં સાતમ-આઠમના તહેવાર પૂરા થયા બાદ પણ ચોરીના ઘટનાઓ સામે આવી રહી છે. થોડાક દિવસો પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ચડીધારી ગેંગ દ્વારા અનેક કારખાનાઓને નિશાન બનાવી ચોરી કરી હતી.
આ ટોળકી હજુ પોલીસ પકડથી દુર છે. તેવામાં રાજકોટ શહેરમાં જાણે પોલીસ પણ અસલામત હોય તેમ ગઇકાલે ભગવતીપરા મેઇન રોડ પર આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા પોલીસ પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત અડધા લાખની મતા ચોરાઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.


વધુ વિગતો મુજબ, ભગવતીપરા શેરી નં.22માં આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા ગીતાબેન જયેશભાઇ રાઠોડ નામના મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓના પતિ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે. ગઇ તા.6/9ના રોજ સાંજના સમયે પોતે પોતાના ઘરને તાળુ મારી કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરા શેરી નં.2માં રહેતા તેમના સાસુ-સસરાને ત્યાં ગયા હતા. ત્યાં પતિ અને બન્ને સંતાનો એમ બધા ત્યાં જ રોકાયા હતા. ત્યાર બાદ તા.8ના રોજ ગીતાબેન તેમજ તેમના દિકરી ઘરે આવી ઘરનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરતા ઘરમાં રહેલા મુખ્ય દરવાજાનું તોળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ અંદર રૂમમાં રહેલો સામાન વેર-વિખેર હાલતમાં હતો.


ત્યાર બાદ તે ચોરીમાં જોતા તેમા રહેલી સોનાની પેન્ડલ, સોનાની બુટી, રૂ.40,400, ચાંદીની બંગડી બે નંગ, રોકડા રૂપિયા 5 હજાર તે ચોરીમાં જોવામાં આવ્યા નહીં.


આ ઘટના અંગે તુંરત ગીતાબેને તેમના પતિ જયેશભાઇ તેમજ તેમના પિતા ઉકાભાઇ પરમારને જાણ કરી હતી. ત્યાર બાદ પિતાજી પાસેથી બીલ સાથે રાખી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવી હતી. ચોરીની ઘટના અંગે બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તેમજ આ ચોરીની ઘટનામાં કોઇ જાણ ભેદુ શંકાની આધારે તે દીશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

ક્રાઇમ

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

Published

on

By

ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.


ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

અંકલેશ્ર્વરથી રાજકોટ આવતા બે શખ્સો 3156 દારૂની બોટલ સાથે ઝડપાયા

Published

on

By

સાયલાના નવા સુદામડા ગામ પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકને ઊભી રખાવીને તલાસી લીધી હતી. જેમાંથી 21 દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થા સાથે ટ્રકચાલક અને ક્લિરને ઝડપી લીધા હતા. આ બનાવમાં દારૂૂ અને ટ્રક સહિત કુલ રૂૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. સાયલા પોલીસે નવા સુદામડા ગામ પાસે વોચ રાખી હતી પૂરઝડપે રાજકોટ તરફ જતી ટ્રકને ઊભી રખાવીને પૂછપરછ કરતા તેમાં માલના પાર્સલ હોવાનું વાહનચાલકે જણાવ્યું હતું.


પરંતુ સાયલા પોલીસે ટ્રકની પાછળ માલના પાર્સલની તપાસ હાથ ધરતા પ્લાસ્ટિક કંતાન વીંટાળેલા પાર્સલોમાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. ટ્રકચાલકની પૂછપરછ કરતા પોરબંદરવાળા 56 વર્ષના નરેશ કિશન પરમાર અને 10થી વધુ દારૂૂ પીવાના ગુનામાં આરોપી ક્લિનર તરીકે સબીર યુનુસ હાજી માકડા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક સહિત તમામ મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશનને લઈ જવાયો હતો.


વિદેશી દારૂૂની તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની 21 વિદેશી દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 3,37,320નો વિદેશી દારૂૂ અને બિયર તેમજ રૂૂપિયા 5 લાખની ટ્રક સહિતનો કુલ રૂૂ. 8,37,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બંને આ આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટ્રકચાલક નરેશભાઈ પરમારની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વરથી વિદેશી દારૂૂ ભરીને જતો હોવાનું બહાર આવ્યું હતું.

Continue Reading
અમરેલી2 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત4 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય5 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત8 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત10 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ13 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત16 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત16 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત20 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized21 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending