જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી એક જ દિવસમાં ત્રણ ગુના નોંધાયા

જેતપુરમાં કેબલના ધંધાર્થીને પરેશાન કરી ધમકી આપનાર ચાર વ્યાજખોરો સામે કાર્યવાહી રાજકોટ જીલ્લામાં વ્યાજખોરોના વધતા જતાં ત્રાસને ડામવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…

જેતપુરમાં કેબલના ધંધાર્થીને પરેશાન કરી ધમકી આપનાર ચાર વ્યાજખોરો સામે કાર્યવાહી

રાજકોટ જીલ્લામાં વ્યાજખોરોના વધતા જતાં ત્રાસને ડામવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયમાં પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસ આપતા અનેક ચાર વ્યાજખોરો સામે વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.જેતપુરમાં કેબલનો વ્યવસાય કરતા યુવાનની ફરિયાદને આધારે એક જ દિવસ માં ત્રણ ફરિયાદમાં ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં જીલ્લામાં પોલીસે લોક દરબાર યોજીને ભોગ બનનાર નાગરિકોને નિર્ભય બનીને ફરિયાદ કરવા અપીલ કરી છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે અનેક રીઢા વ્યાજખોરોની ધરપકડ કરી છે અને કેટલાક કિસ્સામાં પાસા હેઠળ પણ પગલાં લેવામાં આવ્યા છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવા પોલીસની કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.એક જ દિવસમાં ત્રણ ફરિયાદ નોંધાઈ હોય જેમાં કેબલ નેટવર્ક ચલાવતા જેતપુર, અમરનગર રોડ, મંત્રી સોસાયટી, જાનકી 2 માં રહેતા જયદિપભાઇ સંજયભાઇ વસાણીની ફરિયાદને આધારે રાજેશ્વરી સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ ચુડાસમા સામે ગુનો નોંધાયો છે.

પોલીસે ગુજરાત નાણા ઘીરઘાર કરનારા બાબત અઘિનીયમ 2011 ની કલમ 40,42 તથા આઇ.પી.સી. કલમ 386 મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જયદિપભાઇ સંજયભાઇ વસાણીએ જણાવ્યું કે, તેને રૂૂપીયા સાડા ચાર લાખ માસીક 3% લેખે ઉચા વ્યાજે આપી, ફરીયાદીને હાથ-પગ ભાગી નાખી જાનથી મારી નાખવાની ઘમકી આપી ચાર રાજકોટ નાગરીક સહકારી બેંકના સહિ કરેલ કોરા ચેકો બળજરીથી કઢાવી લઇ, જયદિપભાઇ સંજયભાઇ વસાણી પાસેથી આજદિન સુઘીમાં ત્રણ લાખનુ વ્યાજ વસુલ કરી, જયદિપભાઇ સંજયભાઇ વસાણી પાસે હજુ સાડા ચાર લાખ રૂૂપીયાની ઉઘરાણી કરી ધમકી આપતો હતો.બીજી ફરિયાદમાં જયદિપભાઇ સંજયભાઇ વસાણીની ફરિયાદને આધારે જેતપુર, મંત્રી સોસાયટીના અશ્વિનભાઇ સીંઘી, અને અમરનગર રોડ, સમર્પણમાં રહેતા અશોકભાઇ સરવૈયા સામે ગુનો નોંધાયો છે.

જયદિપભાઇ વસાણીને રૂૂપીયા સાડા ચાર લાખ માસીક 4 % લેખે ઉચા વ્યાજે આપી, હાથ-પગ ભાગી નાખી જાનથી મારી નાખવાની ઘમકી આપી બે રાજકોટ નાગરીક સહકારી બેંકના ફરીયાદીની સહિ કરેલ કોરા ચેકો બળજરીથી કઢાવી લીધા હતા. ત્રીજી ફરિયાદમાં ભરતભાઇ ઉર્ફે ભયકુભાઇ વાંક નામના વ્યાજખોરે જયદિપભાઇ સંજયભાઇ વસાણીના પિતા સંજયભાઈને રૂૂપીયા પંચાસ હજાર માસીક 24 % લેખે ઉચા વ્યાજે આપી, પિતા પુત્રના હાથ-પગ ભાગી નાખી જાનથી મારી નાખવાની ઘમકી આપી એક રાજકોટ નાગરીક સહકારી બેંકનો સહિ કરેલ કોરો ચેક બળજરીથી કઢાવી લઇ, આજદિન સુઘીમાં રૂૂપીયા 1,38,000 વ્યાજ વસુલ કરી, વધુ રકમ ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *