ગોંડલમાં પોલીસનું કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલીંગ

પોલીસ નાગરિકોની સુરક્ષા માટે છે તેવા મેસેજ સાથે પોલીસ અધિકારીઓ રસ્તા ઉપર ઉતર્યા રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલની મુલાકાત લીધા બાદ…

પોલીસ નાગરિકોની સુરક્ષા માટે છે તેવા મેસેજ સાથે પોલીસ અધિકારીઓ રસ્તા ઉપર ઉતર્યા

રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલની મુલાકાત લીધા બાદ ગોંડલમાં નાગરિકોને પોલીસ તેમની સુરક્ષા માટે છે તેવો મેસેજ આપવા ગોંડલ શહેરમાં પોલીસે કોમ્બિંગ અને પેટ્રોલિંગ કાર્યું હતું.
રાજકોટ રેન્જના નવા આઈજી તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય હરકતમાં આવ્યા છે. પોતાની કડક કાર્યશૈલી માટે જાણીતા નિર્લિપ્ત રાયે તાજેતરમાં ગોંડલ શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તુરંત જ શહેરના માર્ગો પર પોલીસના કાફલા દ્વારા સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જગાડવાનો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય પેદા કરવાનો હતો.

પોલીસ તમારી સુરક્ષા માટે છે’ તેવો મજબૂત સંદેશ આપવા માટે ગોંડલના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય બજારો અને જાહેર સ્થળો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જવાનોએ કૂચ કરી હતી. ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, જેનાથી સ્થાનિક ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની સઘન પૂછપરછ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પેટ્રોલિંગ દરમિયાન નાગરિકોને નિર્ભય બનીને રહેવા અને કોઈપણ મુશ્કેલીના સમયે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. નિર્લિપ્ત રાયના આગમન સાથે જ સમગ્ર રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થા વધુ કડક બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગોંડલમાં થયેલી આ કાર્યવાહીથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે માન અને સુરક્ષાની લાગણી પ્રબળ બની છે. ગોંડલ પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફે સતત બજાર વિસ્તારો તથા રાજમાર્ગોપર પેટ્રોલીંગ કરતા મોડીરાત સુધી જાગરણ કરતા રાત નાં રાજાઓ ઘર ભેગા થઇ ગયા હતાં.અને ગોંડલ ની સડકો પર સન્નાટો છવાયો હતો. બસસ્ટેન્ડ વિસ્તારમાં ખાસ કરીને ગાંઠીયાની લારીઓ મોડીરાત સુધી ધમધમતી હોય છે. ઉનાળા એ આકરો મિજાજ દાખવવાનુ શરુ કર્યુ હોય ગોંડલ નાં ફેમસ ગોલાની લારીઓ પણ મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોય છે.પરંતુ પોલીસ આક્રમક બનતા ધમધમતી બજારો રાત્રીનાં સુનકાર બનવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *