દેશના વડાપ્રધાન આગામી તારીખ 27 ના કેટલાક વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી સ્વરૂૂપે લોકાર્પણ કરનાર છે.
જેમાં જામનગર ના પણ રૂૂ. 94 કરોડ ના ખર્ચ વાળા બે પ્રોજેક્ટ નું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.27 ના રોજ દેશના વિવિધ ભાગોમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા અનેક પ્રકલ્પોનું વર્ચ્યુઅલી સ્વરૂૂપે લોકાર્પણ કરનાર છે.
તેમાં જામનગરના પણ બે પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર માં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા.65 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ 544 આવાસ , તથા અમૃત 2.0 ની ગ્રાન્ટ અન્વયે રૂૂ.29 કરોડ ના ખર્ચ થી 7.1 કિમી. ની ડી આઈ પાઇપલાઇન નું કામ પણ પૂર્ણ થતા આ બંને પ્રોજેક્ટ નું પણ વડાપ્રધાન ના હસ્તે વર્ચુઅલી સ્વરૂૂપે લોકાર્પણ થનાર છે.
