માતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડી

નામચીન અલ્પેશ દોંગા અને રસીક સખિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રાજકોટના મેટોડા GIDC પોલીસ મથકે વ્યાજખોરો સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બીમારીના ખર્ચને…

નામચીન અલ્પેશ દોંગા અને રસીક સખિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

રાજકોટના મેટોડા GIDC પોલીસ મથકે વ્યાજખોરો સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બીમારીના ખર્ચને પહોંચી વળવા માટે મજબૂરીમાં વ્યાજે લીધેલા લાખો રૂૂપિયા સામે વ્યાજખોર અલ્પેશ દોંગા અને તેના સાગરિત રસીક આંબાભાઇ સખીયાએ મહિલાની વડીલોપાર્જિત 5 એકર જમીન બળજબરીથી અને છેતરપિંડીથી પોતાના નામે કરાવી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ભાવનાબેન પંકજભાઈ દોંગાએ ન્યાયની ગુહાર લગાવી પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

રાજકોટમાં ન્યુ રાજદીપ સોસાયટીમાં બ્લોક નં.57-એમાં રહેતી ફરિયાદી ભાવનાબેનના જણાવ્યા અનુસાર, તેમની માતાને પેટમાં ગાંઠ હોવાથી અને પોતે પણ હૃદયની બીમારીથી પીડાતા હોવાથી સારવાર માટે નાણાંની જરૂૂર હતી. પડોશમાં રહેતા અલ્પેશ ગોપાલભાઈ દોંગા પાસેથી વર્ષ 2022માં માસિક 5% ના ઉંચા વ્યાજે રૂૂ. 5 લાખ લીધા હતા. જેનું વ્યાજ પણ નિયમિત ચૂકવાતું હતું. ત્યારબાદ વધુ 15 લાખની જરૂૂર પડતા અલ્પેશે જમીન ગીરો મુકવાની શરતે નાણાં આપવાની લાલચ આપી હતી.

ત્યારબાદ વ્યાજખોર અલ્પેશે પોતાની ચાલાકી વાપરી લોધિકા મામલતદાર કચેરી ખાતે ફરિયાદીને બોલાવી હતી. ત્યાં જમીન ગીરો રાખવાને બદલે તેના મળતિયા રસિકભાઈ આંબાભાઈ સખીયાના નામે જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. આ અંગે જ્યારે મામલતદાર કચેરીમાંથી નોટિસ આવી ત્યારે અલ્પેશે ‘આ તો ખાલી ફોર્મિલિટી છે, જમીન તમારા નામે જ છે’ કહીને ફરિયાદીને અંધારામાં રાખ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, જ્યારે મહિલાએ પોતાની જમીન પાછી માંગી ત્યારે વ્યાજખોરોએ અસલી રૂૂપ બતાવ્યું હતું. અલ્પેશે ધમકી આપતા કહ્યું કે, ‘આ જમીનનો દસ્તાવેજ અમે કરાવી લીધો છે, જો જમીન પાછી જોઈતી હોય તો રૂૂ. 1.5 કરોડ આપવા પડશે, નહીંતર દોઢ કરોડનું વ્યાજ ચાલુ થઈ જશે.’ મેટોડા GIDC પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વ્યાજખોરોને કાબુમાં કરવા લોકદરબાર કરી રહી છે પરંતુ તેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી.

માથાભારે વ્યાજખોરની ધમકીથી પરિવાર ભયભીતવ્યાજખોર અલ્પેશ દોંગાએ પટેલ પરિવાર સાથે ચીટીંગ કર્યા બાદ આટલેથી જ ન અટક્યા હતા અને તેઓએ ફરિયાદીના ખેતરે જઈને ધમકી આપી હતી કે, ‘અમારી પાસે ઘણા માણસો છે, ગમે ત્યારે તમને અને તમારા પરિવારને ઉપાડી લેશો અને જીવતા નહીં રહેવા દઈએ, હવે આ જમીન ભૂલી જજો.’ ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. માથાભારે વ્યાજખોરથી પરિવાર ફફડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *