કચ્છના મુન્દ્રાના વીર શહીદ માણસી સર્કલ પાસે તેલનુ ટેન્કર પલ્ટી ખાઇ જતા આસપાસના વિસ્તારના લોકો હાથમાં આવ્યુ તે વાસણ લઇ તેલ ભરવા દોટ મુકી હતી અને તેલ ઘર ભેગુ કર્યુ હતુ.
પોલીસે જણાવ્યું હતું કે જે આર રોડ લાઈન ગાંધીધામનુ આ ટેન્કર હતુ અને રાજકોટ થી અદાણી પોર્ટ મુન્દ્રા તરફ જતુ હતુ ત્યારે પલ્ટી ખાઈ જતા આ બનાવ બન્યો હતો જોકે ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
આ ટેન્કરમા 22 ટન સીંગતેલ હતુ અને લાખો રૂૂપિયાની નુકસાની થઈ હતી બોરાણા રોડના વીર શહીદ માણશી સર્કલ પર તેલની નદી વહી નીકળી હતી અને લોકો દિલથી તેલ ભરી લઈ જતા જોવા મળ્યા હતા.
