રાજકોટ કોર્પોરેશન માટે 100 ફોર્મ ઉપડ્યા, 144 પ્રતિકો મંજૂર કરાયા

ફોર્મમાં અંગત વિગતોથી લઇ બધી જ માહિતી આપવી પડશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શહેરના 18 વોર્ડ પ્રથમ દિવસ 100…

ફોર્મમાં અંગત વિગતોથી લઇ બધી જ માહિતી આપવી પડશે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શહેરના 18 વોર્ડ પ્રથમ દિવસ 100 જેટલા ફોર્મ ઉપડ્યા જેમાંથી અજૂ સુધી એક ફોર્મ ભરાયને પરત આવ્યા નથી. ચૂંટણી પંચ દ્વારા અગલ- અગલ 144 જેટલા ઉમેદવારો પ્રતીકો નમૂના પુસ્તિકા પણ ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આજથી રાજકોટ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ સ્ટાફની ટ્રેનિંગ અને મોખ પોલ સહિતની ટ્રેનિંગ આજથી શરૂૂ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નમૂના-3 મુજબના ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ પોતાની અંગત વિગતોથી લઈને ગુનાહિત ઈતિહાસ અને મિલકતોની પારદર્શક માહિતી આપવી ફરજિયાત રહેશે. ચૂંટણી નિયમો મુજબ, ઉમેદવારી પત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પક્ષ દ્વારા નિર્દિષ્ટ ઉમેદવારે ભાગ-1 અને ભાગ-3 ફોર્મ ભરવાનું રહેશે. અપક્ષ અથવા નોંધાયેલા બિન-માન્ય પક્ષ: આવા ઉમેદવારોએ ભાગ-2 અને ભાગ-4 નો ઉપયોગ કરવાનો રહેશે. મહત્વની વાત એ છે કે, અપક્ષ ઉમેદવાર માટે વોર્ડના 10 મતદારો દરખાસ્ત કરનાર તરીકે હોવા આવશ્યક છે.

અપક્ષ ઉમેદવારોએ પોતાની પસંદગીના ત્રણ પ્રતીકો ક્રમ અનુસાર દર્શાવવાના રહેશે, જેમાંથી ચૂંટણી અધિકારી દ્વારા ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવાર એક સાથે બે થી વધુ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે નહીં તેવી બાંહેધરી પણ આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *