સલાયામાં PGVCL દ્વારા 10 કલાકનો જંગી વીજકાપ કરતા લોકો ત્રાહિમામ

મોબાઈલ નેટવર્ક અને બેંકોના સર્વર પણ બપોર બાદ બંધ થઈ ગયા સલાયામાં આજરોજ પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો જંગી 10 કલાકનો…

મોબાઈલ નેટવર્ક અને બેંકોના સર્વર પણ બપોર બાદ બંધ થઈ ગયા

સલાયામાં આજરોજ પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો જંગી 10 કલાકનો વીજકાપ કર્યો હતો.ચૈત્ર મહિનાની ગરમીમાં એક સાથે આટલો મોટો વીજકાપ કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.

આ લાઈટ કાપથી તમામ મોબાઇલ કંપનીના નેટવર્ક પણ બપોર બાદ ઠપ્પ થઈ ગયા હતા.આટલો મોટો વીજકાપ લગાડવાથી બેંકોમાં પણ બપોર બાદ સર્વર બંધ થઈ ગયા હતા. પીજીવીસીએલ દ્વારા કઈ પણ વિચાર્યા વિના આટલો મોટો સમય લાઇટ કાપ કરી અને લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા.વેપાર ધંધામાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી હતી.

સલાયાની બેંકોમાં પણ બેટરી બેકપ પૂર્ણ થતા સર્વર બપોર બાદ ઠપ્પ થઈ ગયા હતા. કચેરીઓમાં બેસી અને કઈ પણ જાતના લોકોની મુશ્કેલીને જાણ્યા વગર 10 કલાકના વીજકાપથી સલાયા ગામ મુશ્કેલીમાં મુકાયું હતું. આટલા મોટા વીજકાપ બાદ પ્રીમોન્શુન કામગીરીનું વરસાદના સમયમાં શું પરિણામ મળશે એ જોવાનું રહ્યું. પિજીવીસીએલ દ્વારા આવા નિર્ણયો લીધા પહેલા થોડો આમ જનતાનો પણ વિચાર કરવો જોઈએ!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *