મોરબી લૂંટ/ધાડનો ફરાર આરોપી એમપીથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી…

મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસિંગ બીલવાલ રહે મંડલી બડી મધ્યપ્રદેશ વાળાઓ હાલ તેના મકાને હોવાની બાતમી મળતા ટીમે મધ્યપ્રદેશ ખાતે આરોપીના મકાનથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોપ્યો છે. મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં આરોપી 30 વર્ષથી નાસતો ફરતો અતો જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *