ભાવનગરના પાદરગઢ ગામે જમાઈ અને વહુ દ્વારા સાસુ પર હુમલો

ભાવનગર જિલ્લાના તળાજાના ઠળિયા ગામે રહેતા વૃદ્ધા એ પાદરગઢ ગામે રહેતા જમાઈ, દીકરાની વહુ સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ પોતાને લાકડા ના ધોકા વડે માર મારી…

ભાવનગર જિલ્લાના તળાજાના ઠળિયા ગામે રહેતા વૃદ્ધા એ પાદરગઢ ગામે રહેતા જમાઈ, દીકરાની વહુ સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ પોતાને લાકડા ના ધોકા વડે માર મારી ફેક્ચર જેવી ઇજા કર્યાની અને દીકરાને લાકડા વડે મૂંઢમાર માર્યાની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાવી છે. તળાજા મહુવા પંથકમાં ખરક સમાજની નોંધપાત્ર વસ્તી છે.આ સમાજમાં દીકરા દીકરીના સામસામા લગ્ન સબંધ કરવાનો દીકરીઓ ની અછત ના કારણે રિવાજ છે.

ઠળિયા ગામે રહેતા નાગજીભાઈ જગાભાઈ ઠંઠના પત્ની વાલીબેન ઉ.વ.60 એ દાઠા પોલીસ મથકમાં પાદરગઢ ગામે રહેતા જમાઈ દિલીપ ડાયાભાઇ કુચા,ગીગા ડાયાભાઇ કુચા, સોનલ લાલજીભાઈ ઠંઠ તથા વિઠલ પાંચાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપ લગાવ્યો છેકે દીકરી ના બે સંતનો ને દીકરા લાલજીભાઈ અને દીકરી સોનલબેન સાથે ફોર વહીલ લઈ ને લેવા ગયાહતા.આ સમયે આરોપીઓ એ આવીને વૃદ્ધા ને લાકડા ના ધોકા વડે માર મારતા હાથની આંગળીમા ફેક્ચર થયેલ. જ્યારે દીકરા લાલજી ને મૂંઢ માર મારેલ. ઇજાના કારણે મહુવા સારવાર લેવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છેકે ચાર પૈકીની એક આરોપી સોનલબને એ ફરિયાદી વૃદ્ધા બાલીબેન ના ઇજાગ્રસ્ત દીકરા લાલજી ના પત્ની થાય છે.આ કજિયા એ ખરક સમાજ મા ચકચાર ફેલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *