રાજકોટ ગ્રામ્ય SOGએ શાપર-વેરાવળ વિસ્તારમાંથી 2 કિલો 435 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂૂ. 24,350/- છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શાપરના શાંતિધામ મેઈન રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રાજ મઘેશભાઈ ચૌહાણ (ઉંમર 20, રહે. શાંતિધામ, ગણેશનગર) નામના યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ 2 કિલો 435 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજાની કિંમત રૂૂ. 24,350/- અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂૂ. 1,21,750/- નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તપાસમાં અન્ય એક આરોપી સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયાનું નામ પણ ખુલ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસ રેકોર્ડ મુજબ, ફરાર આરોપી સોહિલ અગાઉ પણ દારૂૂબંધી, મારામારી અને NDPSના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
