પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇ

ગોંડલ-જસદણ-જેતપુર-ધોરાજીમાં પોલીસનું ચેકિંગ, 96 હજારનો દંડ ફટકારાયો, રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાયનું નવુ મિશન રાજકોટ જીલ્લા જીલ્લામાં તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી…

ગોંડલ-જસદણ-જેતપુર-ધોરાજીમાં પોલીસનું ચેકિંગ, 96 હજારનો દંડ ફટકારાયો, રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાયનું નવુ મિશન

રાજકોટ જીલ્લા જીલ્લામાં તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી એક જ દિવસમાં કુલ 480 કેશો કરી કુલ 96,000 નો રોકડ દંડ વસુલ કર્યો હતો.

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં આવેલ સ્કુલ/કોલેજ કેમ્પસની આસપાસના વિસ્તારમાં ગુટખા/તમ્બાકુનું વિતરણ કરનારાઓ તેમજ સેવન કરનારા લોકો વિરુધ્ધ તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબ અસરકારક કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જના આઇ.જી. નિર્લીપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

જીલ્લાના એએસપી સીમરન ભારદ્વાજ તેમજ નવીન ચક્રવર્તી તેમજ ડીવાયએસપી કે.જી.ઝાલા, આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ ટીમો બનાવી ટીમો પ્રતિબંધિત વિસ્તારમાં તમ્બાકુ વેચતા વેપારીને ત્યાં ચેકિંગ કરી નિયમનો ભંગ કરનાર સામે તમાકુ નિયંત્રણ અધિનીયમ હેઠળ કાર્યવાહી કરી હતી.

જેમાં ગોંડલ ડીવીઝનમાં ગોંડલ ઉપરાંત સુલ્તાનપુર, કોટડાસાંગાણી, શાપર(વે.), લોધીકા, મેટોડા, પડધરી વિસ્તારમાં કુલ 206 સામે કાર્યવાહી કરી રૂૂ.41,200નો દંડ વસુલ કરવમાં આવ્યો હતો. જશદણ વિસ્તારમાં વિંછીયા, ભાડલા, જશદણ, આટકોટમાં કુલ 99 કેસ કરી 19,800નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તેમજ પંથકમાં જેતપુર સીટી, જેતપુર, ઉધ્યોગનગર, જેતપુર તાલુકા અને વિરપુરમાં 81 કેસ કરી રૂૂ.16,200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન એક જ દિવસમાં અધિનીયમનો ભંગ કરનારા કુલ 480 ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂૂ, 96,000 નો રોકડ દંડ વસુલવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *