તાલાલાનો યુવાન બે દિવસથી પેટના દુખાવાની સારવાર માટે દાખલ થયા બાદ પરોઢિયે વોર્ડમાંથી ચકકર મારવા નિકળતાં મોત ખેંચી ગયું
ઘટનાને પગલે એકઠા થયેલા ટોળાંએ યુવકનુ રેસ્કયૂ કરી બહાર કાઢયો પરંતું જીવ ન બચ્યો: હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના કારણે મુખ્યદ્વારના નિર્માણના પ્રારંભે જ યુવાનનો ભોગ લેવાયાનો આક્ષેપ
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમા દરરોજ હજારો દર્દીઓ નવજીવનની આશાએ સારવાર અર્થે આવી રહયા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે વધુ એક બનાવમા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમા તલાળાનો યુવાન બે દિવસ પુર્વે જ પેટના દુખાવાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં 11 મા દાખલ થયો હતો આજે વહેલી પરોઢીયે યુવાન વોર્ડમાથી ચકકર મારવા અને ચા પીવા માટે બહાર નિકળ્યો હતો તે દરમ્યાન નવા બનતા મુખ્ય દ્વારના પીલોરના 11 ફુટ ખાડામા પટકાયો હતો. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ યુવકનુ રેસ્કયુ કરી બહાર કાઢયો હતો પરંતુ યુવકનો જીવ બચ્યો ન હતો. સારવાર અર્થે આવેલા યુવકનુ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના કારણે મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ તાલાળામા બસ સ્ટેશન પાસે આવેલી કર્મજયોત સોસાયટીમા રહેતા જગદીશ મનસુખભાઇ ચાવડા નામનો 3પ વર્ષનો યુવક રાજકોટ સિવિલ હોસ્પીટલમા હતો ત્યારે આજે વહેલી સવારે છએક વાગ્યાના અરસામા સિવિલ હોસ્પિટલના નવા બનતા મુખ્ય ગેટના પીલરના ખાડામા પટકાયો હતો. 11 ફુટ ઉંડા ખાડામા પટકાયેલા યુવકનુ એકઠા થયેલા લોકોએ તાત્કાલીક બહાર કાઢી ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમા ખસેડયો હતો. જયા તેની સારવાર કારગત નિવડે તે પુર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક જગદીશ ચાવડાને પેટમા સોજો આવી જતા બે દિવસ પુર્વે જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવ્યો હતો જયા તબીબોના અભિપ્રાય મુજબ યુવકને વોર્ડ નં 11 મા દાખલ કરવામા આવ્યો હતો. હોસ્પિટલના બીજાને સારવાર લઇ રહેલો યુવાન આજે વહેલી સવારે ચકર મારવા અને ચા પીવા માટે વોર્ડ બહાર નીકળ્યો હતો ત્યારે નવા બનતા મુખ્ય દ્વારના પીલરના 11 ફુટ ખાડામા પટકાતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મુખ્ય દ્વાર નવો બનાવવાનુ કામકાજ શરૂ કરવામા આવ્યુ છે જેને લઇને મેઇન ગેટેથી અવર જવર બંધ કરી દેવામા આવી છે પરંતુ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી હોય તેમ નવા ગેટ માટે નવા ગેટના પીલર માટે 3 ઉંડા ખાડા કરવામા આવ્યા છે પરંતુ આડસ કરવામા આવી નથી અને ત્યા મુખ્ય રસ્તા પરથી કોઇ લોકો આવી ન શકે તે માટે આડસરૂપે રાખવામા આવેલા પતરામા એકાદ ફુટ જેટલી જગ્યા રાખવામા આવી છે જે જગ્યાએથી લોકો હોસ્પિટલની દિવાલે ચા ની લારીએ ચા પીવા માટે અવર જવર કરી રહયા છે. છતા પણ હોસ્પિટલ તંત્રની નજરે લોકોની અવર જવર નજરે ચડતી ન હોય તેમ આડસ મુકવામા નહીં આવતા મુખ્ય પ્રવેશ દ્વારના નવનિર્માણના પ્રારંભે જ એકનો ભોગ લીધો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
હોસ્પિટલ તંત્રના કારણે ઘટના ઘટી, ફરિયાદ નોંધાવીશ: મૃતકના ભાઇ
સિવિલ હોસ્પિટલમા પેટમા પાણી ભરાવવાની સારવાર અર્થે દાખલ થયેલા જગદીશ ચાવડા વહેલી પરોઢે ચકર મારવા અને ચા પીવા વોર્ડમાથી બહાર નીકળ્યા હતા. તે દરમ્યાન સિવિલના નવા બનતા મુખ્યદ્વારના પીલરના 11 ફુટ ઉંડા ખાડામા પટકાતા મોત નીપજયુ હતુ. જે અંગે મૃતકના ભાઇ સંજયભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે ઘટના ઘટી છે. બાંધકામ સ્થળે આડસ અથવા સિકયુરીટી સ્ટાફ રાખવો જોઇએ. હજુ કોઇપણ કાર્યવાહી નહી કરવામા આવે તો હજુ અનેકના મોત નીપજશે અને હોસ્પિટલ તંત્રના બેદરકારો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા અને કાર્યવાહીની માંગ કરવામા આવી છે.