પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યું

પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની…

પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો જેને કારણે પિચ પરનું વિશાળ અને વજનદાર કવર ઊડ્યું એ સાથે કેટલાક માળીઓ નીચે પડી ગયા હતા અને અમુક માળીઓ કવરના વજનને કારણે દૂર ફેંકાઈ ગયા હતા.

સલામતીના કારણસર પીએસએલમાં પ્રેક્ષકોને આવવાની મનાઈ છે. જોકે મેદાન પર આ મેચ પહેલાં જેટલા પણ લોકો હાજર હતા તેઓ મૂંઝાઈ ગયા હતા, ભાગદોડ મચી ગઈ હતી અને નાટ્યાત્મક બનાવો બન્યા હતા.ભારે પવન ફૂંકાતાં પિચ પરનું કવર ઊડવા લાગ્યું ત્યારે એના પર ઊભેલા કેટલાક માળીઓ સમતોલપણું ગુમાવતાં નીચે પડી ગયા હતા અને કેટલાક પર વજનદાર કવર આવી પડતાં તેઓ દૂર ફંગોળાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *