એરપોર્ટ પર ધોનીનું ચેકિંગ થાય પણ સચિનને કોઇ રોકતું નથી

‘ભારત રત્ન’ સચિનને મળે છે વિશેષ સુવિધા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર હાલમાં ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી…

‘ભારત રત્ન’ સચિનને મળે છે વિશેષ સુવિધા

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર હાલમાં ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સચિન તેંડુલકરને એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ વિના અંદર જતા દેખાય છે. વળી મહેન્દ્ર સિંહ ધોનીને સામાન્ય લોકોની માફક સિક્યોરિટી ચેકિંગમાંથી પસાર થવું પડે છે. આવા સમયે લોકોમાં એક સવાલ થઈ રહ્યો છે કે આખરે આવું કેમ?

વર્ષ 2014માં સચિન તેંડુલકરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. તેઓ ખેલ જગતમાંથી ભારત રત્ન મેળવનારા પ્રથમ વ્યક્તિ છે. ભારત સરકારના પ્રોટોકોલ અંતર્ગત ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને દેશના એરપોર્ટ પર પ્રી એમ્બાર્કેશન સિક્યોરિટી ચેકમાંથી મુક્તિ મળી છે. આ સુવિધા તેમને જીવનભર મળે છે અને તેમના જીવનસાથીને પણ લાગુ પડે છે.

એવિએશન સિક્યોરિટી અથોરિટી દ્વારા તેમના નામ એક સ્પેશિયલ લિસ્ટમાં રાખવામાં આવે છે. ભારત રત્ન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તેના પ્રાપ્તકર્તાને કેટલીય આજીવન સુવિધા મળે છે. તેમાં સામેલ છે એર ઈન્ડિયા અને ભારતીય રેલવેમાં ફર્સ્ટ ક્લાસ અથવા એક્ઝીક્યૂટિવ ક્લાસમાં લાઈફટાઈમ ફ્રી ટ્રાવેલ, સંસદમાં ભાગ લેવાનો અધિકાર, કેબિનેટ મંત્રી સમકક્ષ ઔપચારિક દરજ્જો, જરૂૂર પડે તો ણ+ સુરક્ષા કવર અને વિદેશ યાત્રા દરમ્યાન વીવીઆઈપી પ્રોટોકોલ. એરપોર્ટ સિક્યોરિટી છૂટ પણ આ જ કેટેગરીમાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *