દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ

યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને…

યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને સુરભી માધવ ગૌશાળામાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટના ટીવી સ્ટેશન વિસ્તારની હોવાનું કહેવાય છે. ઘાયલ નંદીનો વિડિયો પણ વાયરલ થતા આ ક્રૂરતા વિરૂૂદ્ધ ગૌસેવકો અને જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દ્વારકા ચાર ધામ પૈકીનું એક યાત્રાધામ હોય અને ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તથા અહીં જ દેવાધિદેવ મહાદેવ શ્રી નાગેશ્વર સ્વરૂૂપે બિરાજતા હોય કાનુડાનાં પ્રિય ગૌવંશ અને ભગવાન શિવનાં વાહન નંદી સાથે શ્રાવણ માસમાં જ આવી ક્રૂરતાની ઘટના સામે આવતા આવા કૃત્યો કરનાર પાપીઓને શોધી કાઢી ઉદાહરણ રૂૂપ સજા આપવામાં આવે એવી પ્રચંડ માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *