ઉપલેટા અને જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 4 લાખના વિદેશી દારૂૂ ઝડપી પડ્યો હતો. આ દરોડામાં એક શખ્સની ધરપકડ કરી તપાસમાં અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યા છે. એલસીબીના દરોડામાં 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રૂૂરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેતપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે શહેરના અમરનગર રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વાળી શેરીમાં રોડ ઉપરથી ટાટા હેરીયર કારમાંથી વિદેશી દારૂૂની 196 પેટીઓ કિ.રૂૂા.2,54,800 સાથે હરીશ રામનારાયણ એચરા (રહે.વીરવા ગામ, ચીતલવાના, જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડી જેતપુર પોલીસને હવાલે કરેલ હતો. જ્યારે આરોપીએ આ દારૂૂ રાજેન્દ્ર બીશ્નોઈ (રહે.ચોરટન, જી. બારમેડ)એ મોકલાવેલ હોય તેમજ કુલદિપ ઉર્ફે કેતન મનુભાઈ મોયા(રહે.ચાંપરાજપુર, જેતપુર) અને અજીત ભરતભાઈ ડાંગર (રહે. જેતપુર)ને પહોંચાડવાનો હોવાનું જણાવતા પોલીસે ત્રણેય શખ્સોને શોધવા ચક્રો ગતીમાન કર્યા છે. બીજા દરોડામાં ઉપલેટામાં ગુલીસ્તાન તાલુ કોલોનીમાં રહેતા સોયબ ઉર્ફે સોહિલ સલીમ હિંગોરાના ઘરે દરોડો પાડી રૂૂ.2.74 લાખની 838 બોટલ દારૂૂ ઝડપી પડ્યો હતો. આ દરોડામાં સોયબભાગી ગયો હતો જેની પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.
