ચોટીલા નજીક ઠલવાતા વેસ્ટ કેમિકલની કંપની સીલ કરવા હુકમ

ચોટીલા તાલુકાનાં સુરૈઇ ગામની સીમમાં એક કેમિકલ વેસ્ટ ડંપીંગ કરવાની સાઇટ અમદાવાદની ખાનગી કંપની સંચાલિત બનાવવામાં આવેલ કેટલાક વર્ષોથી કેટલાક વિભાગની રહેમરાહે ઠલવાતા વેસ્ટ ને…

ચોટીલા તાલુકાનાં સુરૈઇ ગામની સીમમાં એક કેમિકલ વેસ્ટ ડંપીંગ કરવાની સાઇટ અમદાવાદની ખાનગી કંપની સંચાલિત બનાવવામાં આવેલ કેટલાક વર્ષોથી કેટલાક વિભાગની રહેમરાહે ઠલવાતા વેસ્ટ ને કારણે ભુગર્ભ જળ ને ખૂબ મોટી અસર પહોંચતા લોકોમાં ભારે વિરોધ સર્જાયો હતો અને રજૂઆત બાદ ચોટીલા પ્રાત દ્વારા કડક કાર્યવાહી સાથે કંપનીને સીલ મારવાનો હુકમ કરાતા લોકોએ હાશકારો લીધો છે.

મળતી માહિતી મુજબ ચોટીલા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી.મકવાણા નાઓએ તાલુકાનાં સુરૈઇ ગામે આવેલ વર્ની ઇન્વાયરો કેર લીમીટેડ દ્વારા ઠલવાતા હાનિકારક રસાયણ ડમ્પીંગના કારણે આજુ બાજુના ગામોને મોટા પ્રમાણમાં નુકશાન થતુ હોવાથી કં5નીને સીલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

કં5ની દ્વારા સર્વે નંબર 283 વાળી જમીનમાં એક મોટો સેડ બનાવવામાં આવેલ છે, જે સેડમાં અલગ અલગ શહેરો જેવા કે વડોદરા, કચ્છ, અમદાવાદ થી એથી ખુબ જ દુર્ગંઘ વાળુ હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવી અને તે સ્થળ ઉ5ર ડમ્પીગ કરે છે જે હાનિકારક કેમિકલ બોરવેલ દ્વારા ભુર્ગભ જળમાં ફેકી દેવામાં આવે છે. થોડા સમય પહેલા જ સુરૈઇ અને આસપાસના ગામોનાં લોકોએ એક બેઠક યોજી સરકાર સમક્ષ આડ અસરો અને થયેલ નુકસાન અંગે રજૂઆત કરી બંધ કરાવવા માગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને હુકમ થતા આસપાસના અનેક ગામોના ખેડૂતો અને રહીશોમાં હાશકારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *