સા.કુંડલાના નેસડી રોડ પર રેતી ચોરી કરતું ટ્રેકટર જનતા રેડમાં ઝડપાયું

સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર નાળા નજીક ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ સામે સ્થાનિક ખેડૂતોએ મોરચો માંડ્યો હતો. આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો એકત્ર થઈને જનતા રેડ…

સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર નાળા નજીક ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ સામે સ્થાનિક ખેડૂતોએ મોરચો માંડ્યો હતો. આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો એકત્ર થઈને જનતા રેડ કરી રેતી ચોરી કરતું એક ટ્રેક્ટર રંગેહાથ ઝડપી પાડ્યું હતું. આ ટ્રેક્ટરને ખેડૂતોએ સાવરકુંડલા પોલીસને સોંપ્યું હતું.

આ વિસ્તારમાં રેતી ચોરીની અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. આથી, ખેડૂતોએ સ્વયં એકઠા થઈને આ જનતા રેડનું આયોજન કર્યું અને ગેરકાયદે રેતી ખનન કરતું ટ્રેક્ટર પકડી પાડ્યું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવી ચોરીથી નદીના પટને નુકસાન થાય છે અને ખેતીવાડીને પણ અસર થાય છે.

સાવરકુંડલા પોલીસે પકડાયેલા ટ્રેક્ટરની તપાસ હાથ ધરી છે અને ખાણ-ખનીજ વિભાગને આ અંગે રિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે કડક પગલાંની જરૂૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *