‘ઓપરેશન મ્યુલ હન્ટ’ વધુ બે શખ્સો સામે ફરિયાદ: 10.40 લાખ સગેવગે કરી નાખ્યા હતા

રાજકોટ શહેરમા સાયબર ફ્રોડનાં નાણા બેંક ખાતામા મેળવી કમીશન મેળવતા ખાતા ધારકો અને રકમ જમા કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર સાયબર સેલથી આદેશ…

રાજકોટ શહેરમા સાયબર ફ્રોડનાં નાણા બેંક ખાતામા મેળવી કમીશન મેળવતા ખાતા ધારકો અને રકમ જમા કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર સાયબર સેલથી આદેશ છુટતા પોલીસે વધુ બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે જેમા ખાતા ધારક સહીત બંને શખ્સોએ 10.40 લાખની રકમ સગેવગે કરી નાખી હોવાનુ બહાર આવ્યુ હતુ.

વધુ વિગતો મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ગુરુજી આવાસ યોજનાં કવાટરમા રહેતા ગોપાલ ધીરુભાઇ પરમાર અને સંદીપ પારેખ નામનાં શખ્સનુ નામ ખુલતા તેઓની સામે કલમ 317 (2 ) અને 61 (2) હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી . આ ઘટનામા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર કોટડ ફરીયાદી બન્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે સાયબર ક્રાઇમનાં ગુના બનતા અટકાવવા માટે અને સાયબર ફ્રોડથી મેળવેલ નાણાનાં ટ્રાન્ઝેકશન બાબતે કાર્યવાહી કરવામા આવી રહી છે .

ત્યારે ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમમાથી જાણવા મળ્યુ હતુ કે ગુરુજી નગર આવાસ યોજનાનાં કવાટરમા રહેતા ગોપાલ ધીરુભાઇ પરમારનાં નામનુ સેવીંગ બેંક એકાઉન્ટમા 10.40 લાખ જેવડી મોટી રકમની હેરાફેરી થઇ હતી આ મામલે તેમની ધરપકડ કરી પુછપરછ કરતા તેમનાં ખાતામા સંદીપ પારેખ નામનાં શખ્સે નાણા નખાવ્યા હતા અને આ નાણા પેટે તેમને બેંક ખાતુ આપવા બદલ કમીશન મળ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *