ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ કુંડળી તૈયાર કરવા કામે લાગી
શહેરના ગુનેગારોને ખાખીએ અસલ રંગ દેખાડી ઓપરેશન લુખ્ખા હેઠળ ગુનેગારો સામે સ્ટ્રાઈક કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. સોડા બાટલી ફેંકી જીવલેણ હુમલા કરતી ’બાટલી ગેંગ’ સામે ગુજસીટોક કરી નવ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ચાર શખ્સોની શોધખોળ શરૂૂ કરી છે.એકનો જેલ માંથી કબજો લેવાશે. બીજી તરફ રાજકોટમાં ગુનેગારોને ખો ભુલાવી દેવા રાજકોટના 60 થી વધુ કુખ્યાત શખ્સોની યાદી તૈયાર કરી તેની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા તખ્તો ઘડાઈ રહ્યો છે. ડીસીપી ક્રાઈમ અને એસીપી ભરત બી.બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ખાસ ટીમ આવા ગુનેગારોને કુંડળી તૈયાર કરી રહી છે.
રાજકોટમાં આંતક મચાવી કાયદો હાથમાં લેતા ગુનેગારોને જેલ ભેગા કરવા શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂૂ કરી છે.મુરગા ગેંગ અને પેંડા ગેગ બાદ શહેર વિસ્તારમાં બાટલી ગેંગ નામની ટોળકીના સાગરીતોના ગુન્હાહિત ઇતિહાસ મેળવી ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી કાઇમ ભરત બસીયા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ અને પીએસઆઈ સી.બી. જાડેજાની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ અતિ ગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળી બાબતે માહિતી મેળવી આ બાટલી ગેંગના 14 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ગેગના 9 સભ્યોને રાતોરાત ઝડપી લીધા હતા.
બાટલી ગેંગના સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા સહિત ટોળકીના સરફરાજ ઉર્ફે ઇડો આરીફ આરીફ કાદરી (રહે.રૂૂખડીયાપરા નળલંગ પરા શેરી નં 04 સેન્ટ્રલ જેલની પાછળ રાજકોટ), કમલેશ ઉર્ફે લાલુ કાળુ પરમાર (રહે.વાલ્મીકીવાડી શેરી ન 2 કીરીટીભાઇ વાઘેલાના મકાનમા ભાડેથી જામનગર રોડ રાજકોટ), સમીર ઉર્ફે ધમો બસીર ઇસ્માઇલ શેખ (રહે.સેન્ટ્રલ જેલની પાછળ રૂૂખડીયાપરા શેરી નં.05 રાજકોટ), ઇશોભા રીજવાન દલ (રહે. હુડકો ક્વાર્ટર ક્વાર્ટર નંબર 71 જામનગર રોડ રાજકોટ), મીરખાન રહીશ દલ (રહે. હુડકો કવા શેરી નંબર 6 જામનગર રોડ રાજકોટ), અસલમ ઉર્ફે સર્કીટ બસીર ઇસ્માઇલ શેખ (રહે. સેન્ટ્રલ જેલની પાછળ, રૂૂખડીયાપરા શેરી નં.05 રાજકોટ), સુલેમાન નિઝામ દલ (રહે. જંગલેશ્વર હુશેની ચોક શેરી નંબર 6 હુશેની ડેરી પાસે રાજકોટ), ઇરફાન ખમીશ ભાણુ (રહે. સેન્ટ્રલજેલ પાછળ રૂૂખડીયાપરા શેરી નં 3 રાજકોટ), સાહીલ ઉર્ફે ભુરો મુકેશ પાટડીયા ઝાલા (રહે, સંજરી મસ્જીદની સામે વાલ્મીકી વાડી વસંતબેનના મકાનમા રાજકોટ)ની ધરપકડ કરી અન્યું 9 શખ્સોની શોધખોળ શરૂૂ કરી છે. હજુ બે કે તેથી વધું ગુના આચરનાર ગુંડાઓ પોલીસની રડારમાં છે.આવા લુખ્ખાઓએ ગુનાખોરી છોડવી પડશે નહીંતર પોલીસ આવા લુખ્ખાઓને રાજકોટ છોડાવી મુકશે.
બાટલી ગેંગની તપાસ ACP વી.બી.જાડેજાને સોંપાઈ
બાટલી ગેંગની તપાસ એસીપી વી.બી.જાડેજાને સોપવામાં આવી છે. આ ટોળકીને 9 શખ્સોની ધરપકડ બાદ ચાર સભ્યો પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી એસીપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ યથાવત રખાઈ છે.જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા હાલ પાસા હેઠળ વડોદરા જેલમાં હોય જેનો કબ્જો મેળવવામાં આવશે તેમજ પકડાયેલ 9 સભ્યોના 20 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. તેમજ તમામ આરોપીઓની ગેર કાયદેસર વસાવેલ મીલકતો ટાચમા લેવા અંગેની કાર્યવાહી કરવામા આવશે.
